________________
(૧)
વંદન કરવું તે, અથવા હાથ લાંબો કરી ભમાવતાં છતાં “સર્વેને વંદન કરું છું.” એમ કહી વંદન કરવું તે. જે વ્યક્તિ આ ૩ર દોષો રહિત વંદન ગુરુને કરે છે તે શીધ્ર નિર્વાણ પામે છે, અથવા વૈમાનિકદેવપણું પામે છે.
જી ૪ પ્રકારની વિકથા જ સ્ત્રીકથા - સ્ત્રી કે પુરુષ સંબંધી કામોત્તેજક વાર્તાલાપ કરવો તે સ્ત્રીકથા. ભક્તકથા - બળ-રૂપ-સ્વાદ વગેરેને ઉદ્દેશીને રાગ-દ્વેષ થાય તેવી રીતે ભોજનની વાત કરવી તે ભક્તકથા. દેશકથા - રાગ-દ્વેષને વશ થઈ તે તે દેશના સુખ-સંપત્તિ વગેરેની પ્રશંસા-નિંદા વગેરે કરવી તે દેશકથા. રાજકથા - રાગ-દ્વેષથી તે તે રાજાઓના ગુણ-દોષ વગેરે બોલવા તે રાજકથા.
(૪)
એક મહાત્મા કહે છે, એક રાત્રે મેં સ્વપ્ન જોયું તેમાં ઘણાં માણસો એક ધોળા પક્ષીની વાટ જોતાં હતાં. અકસ્માત પેલું પંખી નીચે ઊતર્યું અને એક એક જણને પકડીને સ્વર્ગમાં લઈ જવા લાગ્યું. મેં પૂછુયું કે, “આ પંખીનો મર્મ શો ?' ત્યાં ધ્વનિ સંભળાયો કે, “પરમેશ્વર પોતાના ભક્તો ઉપર કૃપા કરીને ધોળા પંખીને આ લોકમાં મોકલે છે.” પછી અકસ્માત એક કાગળનો કકડો આકાશમાર્ગેથી આવીને મારી પાસે પડ્યો. તે કકડામાં લખેલું હતું તે વાંચ્યું કે, આ પંખી એ વિષય-વૈરાગ્ય છે.
૪. પ્રકારની વિકથા
...૧૪૧...