________________
(૪) નૈમિત્તિક :- કાર્ય આવે ત્યારે સૂક્ષ્મ નિમિત્તનો પ્રયોગ કરે છે.
દા.ત. ભદ્રબાહુસ્વામીજી. (૫) તપસ્વી :- વિકૃષ્ટ તપ કરીને જિનશાસનની પ્રભાવના કરે તે.
દા.ત. ક્ષપક. (૬) વિદ્યાવાન :- ઘણા વિદ્યા-મંત્રો જેને સિદ્ધ થયા હોય તે. દા.ત.
આર્યખપુટાચાર્યજી. સિદ્ધ :- સંઘ વગેરેના કાર્યના સાધક એવા ચૂર્ણ, અંજન, યોગ
જેને સિદ્ધ થયા હોય છે. દા.ત. આર્યસમિતાચાર્યજી. (૮) કવિ - જિનશાસનને જાણનારા, ઘણા કાવ્યો-શાસ્ત્રો વગેરે રચનારા.
દા.ત. સિદ્ધસેન દિવાકરસૂરિજી. આઠે પ્રભાવકોમાં દૃષ્ટાંત તરીકે બતાવેલા મહાત્માઓના ચરિત્રો દર્શનસપ્તતિકાની ટીકામાંથી જાણી લેવા.
*
*
*
*
*
9 એક ભૂખ્યો ભિક્ષુક એક મનુષ્યના ઘર આગળ જઈ કહેવા લાગ્યો, “ઘણાં
દિવસનો ભૂખ્યો છું, કંઈ ખાવાનું આપો.” પેલા મનુષ્ય કહ્યું, “મારી પાસે સારામાં સારી મીઠાઈ છે પણ અંદર ઝેર ભરેલું છે. તે ચાલશે ?એ સાંભળી તે ભૂખ્યાએ કહ્યું, “તારી મીઠાઈ તારી પાસે રહેવા દે, ગમે એટલો હું ભૂખ્યો છું, પણ કંઈ ઝેરી મીઠાઈ ખાઈને મરું ?” પછી ભૂખ્યો ભિક્ષુક બીજા ઘરે ગયો ત્યાં તેને ખાવાનું મળ્યું. તે જમીને તે પાછો પોતાના સ્થાને જતો હતો. એટલામાં પેલા મનુષ્ય કહ્યું, “ભાઈ, આવો અને જમો. આ મીઠાઈ બહુ જ સ્વાદિષ્ટ છે. તમે જમશો તો ઉપરથી કંઈક પૈસા પણ આવીશ.” ભૂખ્યાએ જવાબ આપ્યો, “હું જ્યારે ભૂખ્યો હતો ત્યારે પણ તારી ઝેર ભરેલી મીઠાઈ ન ખાધી તો હવે મારું પેટ ભરાયા પછી મરવા માટે તારું ભોજન કરું ? અને તે પણ પૈસાની લાલચે. મર્યા પછી એ પૈસા શું કામમાં આવવાના ?” એમ કહી તે ચાલ્યો ગયો. પાંચ વિષયો ઝેરી મીઠાઈ જેવા છે. જેમ ભિક્ષુકે અતિશય ભૂખ લાગવા છતાં ઝેરી મીઠાઈ ન ખાધી તેમ પાંચ વિષયોને ઝેરી સમજી તેમનાથી દૂર રહેવું, નહીંતર આધ્યાત્મિક મરણ થતાં વાર નહીં લાગે.
૮ પ્રભાવકો
...૧૨૧...