________________
કુલ ર૮
૧૮
(ર૭) અલીણમાનસ - જેનાથી જે વ્યક્તિ ભિક્ષા લાવ્યો હોય તે વાપરે
તો જ તે ખાલી થાય, બીજા ઘણા વાપરે તો પણ તે ખાલી ન થાય તે. અક્ષીણમહાલયલબ્ધિ પણ આની અંતર્ગત જાણવી. જેનાથી ઘણા લોકો રહે તો ય ભરાય નહીં એવો મોટો આલય બનાવાય
તે અક્ષીણમહાલયલબ્ધિ. (૨૮) જુલાક:- સંઘ વગેરેનું કાર્ય આવે ત્યારે જેનાથી ચક્રવર્તીને પણ
ચૂરી નંખાય તે.
કોને કેટલી લબ્ધિ હોય? જીવો
લબ્ધિઓ ભવ્ય પુરુષો | સર્વ ભવ્ય સ્ત્રીઓ અરિહંત, ચક્રવર્તી, વાસુદેવ, બલદેવ,
સંભિન્નશ્રોતા, ચારણ, પૂર્વધર, ગણધર,
પુલાક, આહારક સિવાયની અભવ્ય પુરુષો | ઉપરની વર્જેલી ૧૦ અને કેવલી,
ઋજુમતિમન:પર્યવજ્ઞાન, વિપુલમતિ
મન:પર્યવજ્ઞાન સિવાયની અભવ્ય સ્ત્રીઓ | ઉપરની વર્જેલી ૧૩ અને
ક્ષીરમધુસર્પિરાસ્રવ સિવાયની
જી ૮ પ્રભાવકો , (૧) પ્રવચની:- તે તે કાળને ઉચિત બધા શ્રતને ધારણ કરનારા, તીર્થને
વહન કરનારા. દા.ત. આર્યરક્ષિતસૂરિજી. (૨) ધર્મકથી - ભવ્યજીવોને પ્રતિબોધ કરનારા, ઉપદેશની લબ્ધિવાળા.
દા.ત. નંદીષેણ. (૩) વાદી:- તે પ્રમાણમાં કુશળ હોય. રાજદરબારમાં પણ તેમણે મહત્ત્વ
પ્રાપ્ત કર્યું હોય. દા.ત. શ્રીગુણાચાર્યનો શિષ્ય.
...૧૨૦...
૮ પ્રભાવકો