________________
(૨૦) કોષ્ટબુદ્ધિ :- કોઠારમાં નાંખેલા ધાન્યની જેમ જેનાથી સૂત્ર-અર્થ ખૂબ નિશ્ચલ રહે, ભૂલાય નહીં તે.
:
(૨૧) પદ્માનુસારી જેનાથી સૂત્રના એક પદથી ઘણું શ્રુત જણાય તે. (૨૨) બીજબુદ્ધિ :- જેનાથી એક અર્થપદથી ઘણા અર્થપદો જણાય તે. (૨૩) તેજસ :- અતિગુસ્સાથી દુશ્મન ઉપર મુખથી અનેક યોજનો સુધીની વસ્તુઓને બાળવા સમર્થ એવું તેજ મુકાય તે.
(૨૪) આહારક :- જેનાથી આહારકશરીર બનાવાય તે. એક ભવમાં ઉત્કૃષ્ટથી ૨ વાર આહારકશરીર બનાવી શકાય. સમસ્તભવચક્રમાં ઉત્કૃષ્ટથી ૪ વાર આહારકશરીર બનાવી શકાય. આહારકશરીરીનું જઘન્યઅંતર ૧ સમય છે, ઉત્કૃષ્ટઅંતર ૬ માસ છે. આહારકશરીરી ઉત્કૃષ્ટથી ૯,૦૦૦ હોય છે. ચૌદપૂર્વધરને તત્ત્વચિંતનમાં શંકા થાય ત્યારે શંકા નિવારવા કે તીર્થંકરની ઋદ્ધિ જોવા આ શરીર બનાવી તીર્થંકર પાસે જાય. સાધ્વી, અવેદી, પરિહારવિશુદ્ધિચારિત્રવાળા, પુલાકલબ્ધિવાળા, અપ્રમત્તમુનિઓ, ચૌદપૂર્વી, આહારકશરીરીનું ક્યારેય સંહરણ ન થાય.
(૨૫) શીતલેશ્યા :- અતિકરુણાને લીધે આશ્રિત પ્રતિ તેજોલેશ્યાને શમાવવા સમર્થ એવી શીતલેશ્યા મૂકવી તે.
(૨૬) વૈક્રિયશરીર :- જેનાથી વૈક્રિયશરીર બનાવાય તે. તેનાથી અણુની જેવા સૂક્ષ્મ થવાય, મેરુપર્વતની જેવા મોટા થવાય, આકડાના રૂની જેવા હલકા થવાય, એક કપડામાંથી કરોડો કપડા બનાવાય, એક ઘડામાંથી હજારો ઘડા બનાવાય, ઈચ્છિત રૂપ કરી શકાય તે. ઉત્તરવૈક્રિયશરીરનો કાળ :
ગતિ
નરકગતિ
તિર્યંચગતિ, મનુષ્યગતિ
દેવગતિ
૨૮ લબ્ધિઓ
ઉત્તરવૈક્રિયશરીરનો ઉત્કૃષ્ટ કાળ
અંતર્મુહૂર્ત .
૪ મુહૂર્ત ૧૫ દિવસ
...૧૧૯...