________________
સ્પર્શ કરે એ રીતે ત્રણ ઘસરકા કરવા તે ત્રણ પશ્નોડા (પ્રમાર્જના). આ એકવાર થયું. એવું ત્રણ વાર કરવું. એટલે ૯ અક્બોડા અને ૯ પક્ષોડા થાય. એમ કુલ ૧૮ થાય. અક્બોડા-પક્ખોડા પરસ્પર આંતરિત છે.
અખોડા-પખોડા વખતે નીચેના બોલ ચિંતવવા :પહેલા ૩ અક્બોડા કરતાં :- સુદેવ, સુગુરુ, સુધર્મ આદરું. પહેલા ૩ પોડા કરતાં કુદેવ, કુગુરુ, કુધર્મ પરિ. બીજા ૩ અક્બોડા કરતાં ઃ- જ્ઞાન, દર્શન, ચારિત્ર આદરું. બીજા ૩ પક્ષોડા કરતાં ઃ- જ્ઞાનવિરાધના, દર્શનવિરાધના, ચારિત્રવિરાધના પરિē. ત્રીજા ૩ અક્બોડા કરતાં :- મનગુપ્તિ, વચનગુપ્તિ, કાયગુપ્તિ આદરું. ત્રીજા ૩ પક્ષોડા કરતાં ઃ- મનદંડ, વચનદંડ, કાયદંડ પરિē.
...૧૧૪...
* *
*
* *
એક બાદશાહ પોતાના રંગમહેલમાં સૂતો હતો. ત્યાં અચાનક એક ફકીર આવી ‘મુસાફરખાનું ક્યાં છે ?’ એમ પૂછવા લાગ્યો. બાદશાહે હ્યું, ‘આ મુસાફરખાનું નથી, પણ રંગમહેલ છે.' ફકીર બોલ્યો, પહેલા આ મકાનમાં કોણ રહેતું હતું ?' બાદશાહ હૈં, ‘મારા પિતાજી.’ ઠ્ઠીર કહે, ‘તે ક્યાં છે ?’ બાદશાહ ક્લે, ‘ગુજરી ગયા.’ ફકીર કહે, ‘એમની પહેલા કોણ રહેતું હતું ?’ બાદશાહ ક્લે, ‘મારા દાદા. ફકીર કક્કે, તે ક્યાં છે ?’ બાદશાહ કહે, ‘તે પણ ગુજરી ગયા.’ ફકીર કહે, ‘જ્યારે આ મકાનમાં નવા નવા માણસો આવીને જતા રહે છે તો પછી આ મુસાફરખાનું નહીં તો બીજું શું છે ?' બાદશાહ સમજી ગયો, ‘હું એક મુસાફર છું અને આ રંગમહેલ એ ખરેખર મુસાફરખાનું છે.'
મનુષ્ય જેવું ધ્યાન ધરે છે તેવું જ તેનું આંતરિક વાતાવરણ બની જાય છે અને આખર તે તેવો જ બની જાય છે.
૨૫ પ્રકારનું પડિલેહણ