________________
(૫) વિશિક્ષા - પડિલેહણ કરેલા વસ્ત્રને પડિલેહણ નહીં કરેલા વસ્ત્રમાં
નાંખવું, અથવા પડિલેહણ કરતી વખતે વસ્ત્રનો છેડો ઊંચે નાખવો
તે.
નર્તિત :- વસ્ત્રને કે પોતાને નચાવે છે. અહીં ૪ ભાંગા છે - (i) વસ્ત્રને નચાવે, પોતાને નહીં. (i) વસ્ત્રને ન નચાવે, પોતાને નચાવે. (ii) વસ્ત્રને નચાવે, પોતાને નચાવે. (iv) વસ્ત્રને ન નચાવે, પોતાને ન નચાવે.
જી ૨૫ પ્રકારનું પડિલેહણ જ (૧) દષ્ટિ પડિલેહણા - વસ્ત્રના પડ ઉખેડીને દૃષ્ટિ સન્મુખ તીરછું પહોળું
કરીને પહેલું પાસું બરાબર તપાસવું. ત્યારબાદ પાસું બદલી બીજું પાસે તપાસવું. આ વખતે પહેલું પાસું તપાસતાં “સૂત્ર અને બીજું
પાસે તપાસતાં “અર્થ, તત્ત્વ કરી સદહું એમ ચિંતવવું. (૨-૭) ઊર્ધ્વપષ્કોડા ૬ - દૃષ્ટિ પડિલેહણ કરી વસ્ત્રનો ડાબા હાથ તરફનો
ભાગ ૩ વાર ખંખેરવો. એ ત્રણ વખત “સમ્યક્વમોહનીય, મિશ્રમોહનીય, મિથ્યાત્વમોહનીય પરિહરું એ ત્રણ બોલ ચિંતવવા. પછી વસ્ત્રનું પાસું બદલી જમણા હાથ તરફનો ભાગ ત્રણ વાર ખંખેરવો. તે ત્રણ વખતે “કામરાગ, સ્નેહરાગ, દૃષ્ટિરાગ પરિહરું'
એ ત્રણ બોલ ચિંતવવા. (૮-૨૫) અફખોડા અને પફોડા ૧૮ :- ઊર્ધ્વ પફોડા થઈ ગયા બાદ
વસ્ત્રનો મધ્યભાગ ડાબા હાથ ઉપર નાખીને મધ્યભાગનો છેડો જમણા હાથે એવી રીતે ખેંચી લેવો કે જેથી બરાબર બે પડ થાય. ત્યારબાદ તરત તેના ત્રણ વધુટક (પાટલી) કરીને જમણા હાથની ચાર આંગળીઓના ત્રણ આંતરામાં ભરાવી ડાબા હાથની હથેળી પર અડે નહીં તે રીતે ત્રણ વાર ખંખેરવાપૂર્વક કાંડા સુધી લઈ જવું. તે ત્રણ અખોડા થયા. ત્યારબાદ નીચે ઉતારતી વખતે ડાબી હથેળીને
૨૫ પ્રકારનું પડિલેહણ
...૧૧૩....