________________
(૨૫) પચીશમી છત્રીશી) ૨૧ શબલોનો ત્યાગ કરનારા ૧૫ સ્થાનોને સ્વીકારવા વડે શિક્ષાશીલ
(૧૫ સ્થાનોને સ્વીકારીને તેનો અભ્યાસ કરનારા) કુલ ૩૬ ગુણોવાળા ગુરુ જય પામો.
જી ૨૧ શબલો જ ચારિત્રને કાબરચીતરું કરે તે શબલ. તે મૂળથી ચારિત્રની વિરાધના ન કરે પણ ચારિત્રને મલિન કરે. તે ૨૧ છે. તે આ પ્રમાણે - (૧) એક મહિનામાં ત્રણ વાર દગલેપ કરવા (નાભિ જેટલા પાણીમાં
ઊતરવું) અને એક મહિનામાં ત્રણ વાર માયા કરવી (ભૂલો કરીને
છુપાવવી). (૨) એક વર્ષમાં દસ વાર દગલેપ કરવા (નાભિ સુધીના પાણીમાં ઊતરવું).
અને એક વર્ષમાં દસ વાર માયા કરવી (ભૂલો કરીને છુપાવવી). ઈરાદાપૂર્વક ૧, ૨ કે ૩ વાર વનસ્પતિને તોડવા વગેરે રૂ૫ હિંસા કરવી. ઈરાદાપૂર્વક ૧, ૨ કે ૩ વાર જૂઠું બોલવું. ઈરાદાપૂર્વક ૧, ૨ કે ૩ વાર અદત વસ્તુ લેવી. અતિક્રમ, વ્યતિક્રમ અને અતિચારરૂપે દિવ્યાદિ ત્રણ પ્રકારનું દિવ
મનુષ્ય-તિર્યંચ સંબંધી) મૈથુન સેવવું. (૭) અતિક્રમ, વ્યતિક્રમ અને અતિચારરૂપે રાત્રિભોજન કરવું. (૮) અતિક્રમ, વ્યતિક્રમ અને અતિચારરૂપે આધાકર્મી વાપરવું. (૯) અતિક્રમ, વ્યતિક્રમ અને અતિચારરૂપે રાજપિંડ વાપરવો. (૧૦) અતિક્રમ, વ્યતિક્રમ અને અતિચારરૂપે ક્રિીતપિંડ વાપરવો. (૧૧) અતિક્રમ, વ્યતિક્રમ અને અતિચારરૂપે પ્રામિત્યકપિંડ વાપરવો. (૧૨) અતિક્રમ, વ્યતિક્રમ અને અતિચારરૂપે અભ્યાહતપિંડ વાપરવો. (૧૩) અતિક્રમ, વ્યતિક્રમ અને અતિચારરૂપે આચ્છેદ્યપિંડ વાપરવો. ૨૧ શબલો
•..૧૦૫...