________________
(૧૦) પરિશાટિ :- ઢોળતાં ઢોળતાં વહોરાવાય તે પરિશાટિ.
૫ ગ્રામૈષણાના દોષો જ (૧) સંયોજના - સ્વાદ માટે બે કે વધુ દ્રવ્યોને ભેગા કરવા તે સંયોજના.
દા.ત. દૂધમાં સાકર નાંખવી તે. પ્રમાણાતિરિક્ત :- પ્રમાણ = હોજરીના છઠા ભાગ જેટલું ઓછું વાપરવું તે. પ્રમાણ કરતા વધુ વાપરવું તે પ્રમાણાતિરિક્ત. પુરુષોનો આહાર ૩૨ કોળિયાનો હોય છે. સ્ત્રીઓનો આહાર ૨૮ કોળિયાનો
હોય છે. નપુંસકોનો આહાર ર૪ કોળિયાનો હોય છે. (૩) ઈંગાલ :- રાગપૂર્વક પ્રશંસા કરીને વાપરવું તે ઈંગાલ. (૪) ધૂમ - દ્વેષપૂર્વક નિંદા કરીને વાપરવું તે ધૂમ. (૫) અકારણ :- વાપરવાના છે કારણો છે. તે આ પ્રમાણે
(1) વેદના :- ભૂખની વેદનાને શાંત કરવા ભોજન કરવું. (II) વૈયાવચ્ચ :- વૈયાવચ્ચ કરવા માટે ભોજન કરવું. (ii) ઈર્યાસમિતિનું પાલન :- ઈર્યાસમિતિનું પાલન કરવા માટે
ભોજન કરવું. (iv) સંયમ :- સંયમનું પાલન કરવા માટે ભોજન કરવું. (૫) પ્રાણવૃત્તિ :- પ્રાણોને ટકાવવા ભોજન કરવું. (vi) ધર્મધ્યાન કે શ્રુતાભ્યાસ કરવા ભોજન કરવું. આ છે કારણો વિના વાપરવું તે અકારણ.
૧ પ્રકારનું મિથ્યાત્વ જ અદેવને વિષે દેવપણાની બુદ્ધિ, અગુરુને વિષે ગુરુપણાની બુદ્ધિ, અધર્મને વિષે ધર્મપણાની બુદ્ધિ ને મિથ્યાત્વ. મિથ્યાત્વ એ પરમ રોગ છે. મિથ્યાત્વ એ પરમ અંધકાર છે. મિથ્યાત્વ એ પરમ શત્રુ છે. મિથ્યાત્વ એ પરમ વિષ છે. રોગ, અંધકાર, શત્રુ અને વિષ એક ભવમાં દુઃખ આપે છે, મિથ્યાત્વ અનેક ભવોમાં દુઃખ આપે છે.
...૧૦૪...
૫ ગ્રામૈષણાના દોષો, ૧ પ્રકારનું મિથ્યાત્વ