________________
(૧૪) અતિક્રમ, વ્યતિક્રમ અને અતિચારરૂપે વારંવાર પચ્ચક્ખાણ કરેલ વસ્તુ વાપરવી.
(૧૫) ઈરાદાપૂર્વક કંદ વગેરે વાપરવા.
(૧૬) સચિત્ત પાણીથી ભીંજાયેલા-ગળતાં જળબિંદુવાળા હાથવાળા કે પાત્રવાળા ગૃહસ્થ પાસેથી ભોજન વહોરીને વાપરવું. (૧૭) ઈરાદાપૂર્વક ભીની, કીડી-મંકોડા વગેરેના ઈંડાવાળી, ત્રસ જીવવાળી કે સચિત્ત બીજવાળી જમીન ઉપર, સચિત્ત પથ્થર ઉપર, કીડાવાળા લાકડા ઉપર ઊભા રહેવું, બેસવું.
(૧૮) અંતર (આસન) વિના પૃથ્વી ઉપર બેસવું.
(૧૯) ચિત્ત પાણીથી ભીના અને સચિત્ત રજવાળા શરીરપૂર્વક વાપરવું. (૨૦) જ્ઞાનાદિ પ્રયોજન વિના છ માસમાં એક ગણમાંથી બીજા ગણમાં સંક્રમણ કરવું.
(૨૧) હસ્તકર્મ, અનંગક્રીડા વગેરે કરવા-કરાવવારૂપ અબ્રહ્મ કરવું. છ ૧૫ સ્થાનો વડે શિક્ષાશીલ ર
(૧) નીચવૃત્તિ :- ઉદ્ધત ન હોય, ગુરુજનોને વિષે નમ્રતાવાળો હોય. (૨) અચપળ :- ચપળ ન હોય.
ચપળના ચાર પ્રકાર છે. તે આ પ્રમાણે –
(i) ગતિચપળ :- ઝડપથી ચાલનારો હોય તે.
...20...
(ii) સ્થાનચપળ :- જે બેઠેલો હોવા છતાં હાથ વગેરે ચલાવતો જ હોય તે.
(iii) ભાષાચપળ :- તેના ચાર પ્રકાર છે
(a) અસત્પ્રલાપી :- જે વિદ્યમાન ન હોય તે વિદ્યમાન છે એમ કહે તે. દા.ત. ‘આકાશપુષ્પ છે' એમ કહે.
(b) અસભ્યપ્રલાપી :- કર્કશ, કઠોર ભાષા બોલે તે.
(c) અસમીક્ષ્યપ્રલાપી :- વિચાર્યા વિના બોલે તે.
(d) અદેશકાલમલાપી :- જે કાર્ય થઈ ગયા પછી કહે કે, ‘જો
૧૫ સ્થાનો વડે શિક્ષાશીલ