________________
(૧૧) છદ્મસ્થમરણ :- ચારજ્ઞાનવાળા સુધીનાનું મરણ તે છદ્મસ્થમરણ. (૧૨) કેવલીમરણ :- કેવળજ્ઞાનીનું મરણ તે કેવળમરણ. (૧૩) વૃધપૃષ્ઠમરણ - ગીધ વગેરેના ખાવાથી થતું મરણ તે ગૃધ્રપૃષ્ઠમરણ. (૧૪) વૈઠાનસમરણ :- ગળે ફાંસો ખાઈને થતું મરણ તે વહાનસમરણ. (૧૫) ભક્તપરિક્ષામરણ - બધા આહારનો ત્યાગ કરવા પૂર્વક અને
પરિકર્મપૂર્વક મરવું તે ભક્તપરિજ્ઞામરણ. (૧૬) ઈંગિનીમરણ :- બધા આહારનો ત્યાગ કરવા પૂર્વક અને પરિકર્મ
વિના મરવું તે ઈંગિનીમરણ. (૧૭) પાદપોપગમનમરણ :- બધા આહારનો ત્યાગ કરવાપૂર્વક કપાયેલ
વૃક્ષની જેમ નિશ્ચલ રહીને મરવું તે પાંદપોપગમનમરણ.
દીવાના ગ્લાસમાં પાણી અને તેલ બને ભરેલા હતા. પાણીએ તેલને કહ્યું, “હું તારા કરતા શ્રેષ્ઠ છું, છતાં તું શા માટે મારા મસ્તક ઉપર પથરાઈ ગયું છે ?” તેણે જવાબ આપ્યો, “મેં તો અનેક પ્રકારના દુઃખો સહન કર્યા છે. પહેલા તલરૂપે હું ભૂમિમાં ટાયો, છોડ બની કપાયો, કચડાયો, ઘાણીમાં પીલાયો અને છેલ્લે લોકોને પ્રકાશ આપવા અગ્નિમાં બળ્યો. ત્યારે હું બીજાને પ્રકાશ આપવા શક્તિમાન થયો. તેથી જ તારા કરતા મારામાં શ્રેષ્ઠતા આવી છે અને હું તારા માથા
ઉપર ચઢી બેસું છું.” 3 અતિ ઉતાવળ અને અતિ અધિરાઈ - અતિ હાનિરૂપ નીવડે છે. 2 “જો આમ હોત તો આમ થાત” – એવા શબ્દો નિર્બળતાનું પ્રદર્શન
કરે છે, કુશળતાની ગેરહાજરીની કબૂલાત કરે છે. જાતમહેનત તે દુઃખનું ઔષધ છે.
૧૭ પ્રકારના મરણ
•૯૯...