SearchBrowseAboutContactDonate
Page Preview
Page 113
Loading...
Download File
Download File
Page Text
________________ (૧૫) કપિત્થ :- પહેરેલું વસ્ત્ર બગડી જવાના ભયથી કે ભમરી વગેરેના ભયથી તેને કોઠાના ફળની જેમ ગોળ ડુચો કરીને બે જાંઘની વચ્ચે સંકોચી રાખવું તે. (૧૬) શિરકંપ :- યક્ષાવિષ્ટની જેમ માથું હલાવવું તે. (૧૭) મૂક :- મૂંગાની જેમ “હુ, હુ અવાજ કરવો તે. (૧૮) વારુણી :- દારૂ બનતી વખતે જેમ બુડ બુડ અવાજ આવે તે રીતે અવાજ કરતાં કાઉસ્સગ કરવો તે. (૧૯) પ્રેક્ષા :- વાંદરાની જેમ હોઠ હલાવવા તે. ૧૭ પ્રકારના મરણ જ આવીચિમરણ :- પ્રતિસમય આયુષ્યકર્મના દલિકોનો ક્ષય થવો તે આવી ચિમરણ. (૨) અવધિમરણ:- આયુષ્યકર્મના જે દલિકોને અનુભવીને એકવાર કર્યો હોય તે જ દલિકોને અનુભવીને ફરી મરે તો એ અવધિમરણ છે. આત્યંતિકમરણ - નરક વગેરે આયુષ્યના જે દલિતોને અનુભવીને મરે ફરીવાર તે જ દલિકોને અનુભવીને મરવાનું ન હોય તો એ આત્યંતિકમરણ છે. બલાકામરણ :- સંયમયોગોમાં સીદાતાનું મરણ તે બલાકામરણ. વશર્તમરણ - ઈન્દ્રિયોના વિષયોમાં આસક્ત થયેલાનું મરણ તે વશાર્તમરણ. સશલ્યમરણ :- પ્રાયશ્ચિત્ત વિનાના જીવનું મરણ તે સશલ્યમરણ. તભવમરણ :- મરીને ફરી તેવા ભવમાં મરવું તે તદ્ભવમરણ. અસંખ્યવર્ષના આયુષ્યવાળા મનુષ્યો – તિર્યંચો, દેવી, નારકીઓ સિવાયના કેટલાક શેષ મનુષ્યો – તિર્યંચોને આ મરણ હોય છે. (૮) બાલમરણ :- અવિરતનું મરણ તે બાલમરણ. (૯) પંડિતમરણ :- વિરતિધરનું મરણ તે પંડિતમરણ. (૧૦) મિશ્રમરણ :- દેશવિરતનું મરણ તે મિશ્રમરણ. (૩) (૪). (૬) સશ .૯૮.. ૧૭ પ્રકારના મરણ
SR No.022237
Book TitleGurugunshat Trinshtshatrinshika Kulak
Original Sutra AuthorN/A
AuthorHemchandrasuri
PublisherSanghvi Ambalal Ratanchand Jain Dharmik Trust
Publication Year2014
Total Pages258
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy