SearchBrowseAboutContactDonate
Page Preview
Page 104
Loading...
Download File
Download File
Page Text
________________ (૨૦) વીશમી છત્રીશી ૧૬ પ્રકારના વચનોને જાણનારા ૧૭ પ્રકારના સંયમમાં ઉદ્યમશીલ ૩ પ્રકારની વિરાધના વિનાના કુલ ૩૬ ગુણોવાળા ગુરુ જય પામો. છ ૧૬ પ્રકા૨ના વચનો ૨ (૧-૩) કાળત્રિક :- ભૂતકાળ, વર્તમાનકાળ, ભવિષ્યકાળના વચનો. દા.ત. કર્યું, કરું છું, કરીશ. (૪-૬) વચનત્રિક :- એકવચન, દ્વિવચન, બહુવચનના વચનો. દા.ત. એક ઘોડો, બે ઘોડા, ઘણા ઘોડા. (૭-૯) સિંગત્રિક :- સ્ત્રીલિંગ, પુલિંગ, નપુંસકલિંગના વચનો. દા.ત. નદી, પર્વત, ઝરણું. (૧૦) પરોક્ષવચન :- પરોક્ષનું વચન. દા.ત. તે દેવદત્ત. (૧૧) પ્રત્યક્ષવચન :- પ્રત્યક્ષનું વચન. દા.ત. આ દેવદત્ત. (૧૨) ઉપનીતઉપનીત વચન :- સારું અને સારું વચન. દા.ત. આ પુરુષ ઋદ્ધિવાળો અને ઉદાર છે. (૧૩) ઉ૫નીતઅપનીતવચન :- સારું અને ખરાબ વચન. દા.ત. આ પુરુષ ઋદ્ધિવાળો છે પણ કૃપણ છે. (૧૪) અપનીતઉપનીતવચન :- ખરાબ અને સારું વચન. દા.ત. આ પુરુષ દરિદ્ર છે પણ ઉદાર છે. (૧૫) અપનીતઅપનીતવચન :- ખરાબ અને ખરાબ વચન. દા.ત. આ પુરુષ દરિદ્ર અને કૃપણ છે. (૧૬) અધ્યાત્મવચન ઃ- મનમાં રહેલું કંઈ પણ બોલવા ન ઈચ્છતો અચાનક તે જ બોલી દે તે. ૦ ૧૭ પ્રકા૨નું સંયમ ૨ (૧) પૃથ્વીકાયસંયમ ઃ- પૃથ્વીકાયની હિંસાનો ત્યાગ કરવો તે. અકાયસંયમ :- અકાયની હિંસાનો ત્યાગ કરવો તે. (ર) ૧૬ પ્રકારના વચન, ૧૭ પ્રકારનું સંયમ ...૮૯...
SR No.022237
Book TitleGurugunshat Trinshtshatrinshika Kulak
Original Sutra AuthorN/A
AuthorHemchandrasuri
PublisherSanghvi Ambalal Ratanchand Jain Dharmik Trust
Publication Year2014
Total Pages258
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy