________________
(૩) તેઉકાયસંયમ :- તેઉકાયની હિંસાનો ત્યાગ કરવો તે. (૪) વાયુકાયસંયમ :- વાયુકાયની હિંસાનો ત્યાગ કરવો તે.
વનસ્પતિકાયસંયમ :- વનસ્પતિકાયની હિંસાનો ત્યાગ કરવો તે. (૬) બેઈન્દ્રિયસંયમ :- બેઈન્દ્રિયની હિંસાનો ત્યાગ કરવો તે. (૭) તેઈન્દ્રિયસંયમ :- તેઈન્દ્રિયની હિંસાનો ત્યાગ કરવો તે. (૮) ચઉરિક્રિયસંયમ :- ચઉરિન્દ્રિયની હિંસાનો ત્યાગ કરવો તે. (૯) પંચેન્દ્રિય સંયમ :- પંચેન્દ્રિયની હિંસાનો ત્યાગ કરવો તે. (૧૦) અજીવસંયમ :- પ્રતિલેખના-પ્રાર્થના અને જયણાપૂર્વક પુસ્તક
વગેરે રાખવા તે. (૧૧) પ્રશાસંયમ - આંખથી જોઈને જંતુરહિત સ્થાન ઉપર શયન, આસન,
ચાલવું વગેરે કરવું તે. (૧૨) ઉપેક્ષાસંયમ :- પાપવ્યાપાર કરતા ગૃહસ્થની ઉપેક્ષા કરવી, અથવા
સંયમમાં સીદાતા સાધુને પ્રેરણા કરવી તે. (૧૩) પ્રાર્થનાસંયમ - જોઈને રજોહરણથી પ્રમાજીને શયન-આસન વગેરે
લેવા-મૂકવા તે. (૧૪) પારિષ્ઠાપનસંયમ - આહાર, પાણી, વસ્ત્ર, પાત્રા વગેરે જો જીવથી
સંયુક્ત, અશુદ્ધ કે સંયમને અનુપકારી હોય તો જંતુરહિતસ્થાને
વિધિપૂર્વક પરઠવવા તે. (૧૫) મનસંયમ - મનમાંથી દ્રોહ, ઈર્ષા, અભિમાનની નિવૃત્તિ અને
ધર્મધ્યાન વગેરેમાં મનની પ્રવૃત્તિ કરવી તે. (૧૬) વચનસંયમ - હિંસક, કઠોર વાણીથી નિવૃત્તિ અને શુભ ભાષામાં
પ્રવૃત્તિ કરવી તે. (૧૭) કાયસંયમ - ગમનાગમનમાં ઉપયોગપૂર્વક કાયાનો વ્યાપાર કરવો તે.
જી 3 પ્રકારની વિરાધના જ (૧) શાનવિરાધના :- જ્ઞાનની વિરાધના કરવી તે. (૨) દર્શનવિરાધના - દર્શન (સમ્યક્ત)ની વિરાધના કરવી તે. (૩) ચારિત્રવિરાધના :- ચારિત્રની વિરાધના કરવી તે.
*
*
*
*
*
૯૦...
૩ પ્રકારની વિરાધના