________________
(૧૫) યોગપિંડ - ભિક્ષા માટે સૌભાગ્ય-દૌર્ભાગ્યના ફળવાળા પગના લેપ
વગેરે યોગોનો પ્રયોગ કરવો તે યોગપિંડ. (૧૬) મૂલકર્મ - ભિક્ષા માટે મંગલસ્નાન, મૂલિકા વગેરે ઔષધિ, રાખ
વગેરે વડે ગર્ભ કરાવવો, વિવાહનો ભંગ કરાવવો, વશીકરણ વગેરે કરવું તે મૂલકર્મ.
જી ૪ પ્રકારના અભિગ્રહ જ (૧) દ્રવ્યઅભિગ્રહ :- દ્રવ્યોનો અભિગ્રહ તે. (૨) ક્ષેત્રઅભિગ્રહ :- ક્ષેત્રનો અભિગ્રહ તે. (૩) કાળઅભિગ્રહ :- કાળનો અભિગ્રહ તે. (૪) ભાવઅભિગ્રહ :- ભાવનો અભિગ્રહ તે.
ભગવાન મહાવીરના ૪ પ્રકારના અભિગ્રહ - (૧) દ્રવ્યઅભિગ્રહ :- સૂપડાના ખૂણામાં અળદ હોય.
શેત્રઅભિગ્રહ :- દાતાના બે પગની વચ્ચે ડેલી હોય. કાળઅભિગ્રહ :- દિવસના બે પ્રહર વીતી ગયા હોય. ભાવઅભિગ્રહ :- દાસી બનેલી, બેડીમાં બંધાયેલી, મુંડિત થયેલી, ભૂખી, રડતી રાજાની દીકરી વહોરાવે તો પારણું કરવું.
જગતમાં એવી એક પણ વસ્તુ નથી, એવો એક પણ માણસ નથી, તથા એવો એક પણ સંજોગ નથી કે જે આપણને કોઈ પણ પ્રકારનો બોધ આપી શકે નહીં
વશીકરણ મંત્ર જીભમાં રહેલો છે. a અમૃત અને ઝેર બન્ને જીભમાં રહેલા છે.
દરેક રોગનું મૂળ કારણ અજીર્ણ હોય છે.
...૮૮..
૪ પ્રકારના અભિગ્રહ