________________
સ્થાને લઈ જવો વગેરે દૂતનું કાર્ય કરવું તે દૂતીદોષ. (૩) નિમિત્તદોષ :- ભિક્ષા માટે લાભ-અલાભ કહેવા તે નિમિત્તદોષ. (૪) આજીવનદોષ :- ભિક્ષા માટે દાતાની જાતિ વગેરે પ્રમાણે પોતાની
જાતિ વગેરે કહેવી તે આજીવનાદોષ. (૫) વનીપકદોષ :- જે દાતા જેનો ભક્ત હોય તેની આગળ પોતાને
તેનો ભક્ત બતાવી ભિક્ષા મેળવવી તે વનપકદોષ. (૬) ચિકિત્સાદોષ :- ભિક્ષા માટે દાતાના ઘરમાં ઔષધ વગેરેથી કે
વમન વગેરેથી ચિકિત્સા કરવી કે વૈદ્ય વગેરે બતાવવા તે ચિકિત્સાદોષ. કોપિંડ:- બળ, વિદ્યા, રાજા, તપશક્તિ, પ્રભાવ વગેરે રૂપ કોપનો ભય દેખાડીને જે મેળવવું તે કોપપિંડ. માનપિંડઃ- કોઈ પ્રશંસા કરે કે અપમાન કરે ત્યારે દાતાને અભિમાન
ઉત્પન્ન કરાવીને જે મેળવવું તે માનપિંડ. (૯) માયાપિંડ :- એક ઘરમાંથી ભિક્ષા લઈને માયાથી બીજું રૂપ કરીને
ફરી એ જ ઘરમાં ભિક્ષા લેવા જવી તે માયાપિંડ. (૧૦) લોભપિંડ :- કોઈ વસ્તુની આસક્તિથી ઘણું ભટકીને તે વસ્તુ
મેળવવી તે લોભપિંડ. (૧૧) પૂર્વપશ્ચાત્સસ્તવદોષ :- ભિક્ષા માટે દાતાની આગળ લગ્નની
પહેલાના અને પછીના સંબંધો કહીને પરિચય કરવો કે દાનની પહેલા
કે પછી દાતાની પ્રશંસા કરવી તે પૂર્વપશ્ચાત્સસ્તવદોષ. (૧૨) વિદ્યાપિંડ :- ભિક્ષા માટે સ્ત્રીદેવતાથી અધિષ્ઠિત અને પૂર્વસેવાથી
આરાધ્ય એવી વિદ્યા (પ્રભાવશાળી અક્ષરોની રચના) નો પ્રયોગ
કરવો તે વિદ્યાપિંડ. (૧૩) મંત્રપિંડ - ભિક્ષા માટે પુરુષદેવતાથી અધિષ્ઠિત અને પાઠસિદ્ધ એવા
મત્ર (પ્રભાવશાળી અક્ષરોની રચના) નો પ્રયોગ કરવો તે મંત્રપિંડ. (૧૪) ચૂર્ણપિંડ - ભિક્ષા માટે અદૃશ્ય કરવામાં કારણભૂત એવું આંખમાં
આંજણ આંજવું વગેરે કરવું તે ચૂર્ણપિંડ.
૧૬ પ્રકારના ઉત્પાદનના દોષો
...૮૭...