SearchBrowseAboutContactDonate
Page Preview
Page 101
Loading...
Download File
Download File
Page Text
________________ (૬). (૫) સ્થાપના :- સાધુ માટે ગૃહસ્થ સ્થાપીને રાખવું તે સ્થાપના. પ્રાકૃતિકા:- સાધુ આવવાના છે અથવા જવાના છે એમ જાણીને ગૃહસ્થે પોતાની માટે પણ આહાર વગેરે પહેલા કે પછી બનાવવા તે પ્રાકૃતિકા. (૭) પ્રાદુષ્કરણ :- અંધારામાં રહેલ વસ્તુ સાધુ માટે દીવા વગેરેથી પ્રકાશિત કરવી કે બહાર પ્રકાશમાં લાવવી તે પ્રાદુષ્કરણ. (૮) ક્રિીત :- સાધુ માટે પોતાના કે બીજાના દ્રવ્યથી ખરીદવું તે ક્રીત. (૯) પ્રામીત્ય:- સાધુ માટે ગૃહસ્થ ઉછીનું લાવીને વહોરાવવું તે પ્રામીત્ય. (૧૦) પરાવર્તિત :- સાધુ માટે ગૃહસ્થ પરાવર્તન (વસ્તુની અદલાબદલી) કરીને વહોરાવવું તે પરાવર્તિત. (૧૧) અભ્યાહત :- સાધુ માટે બીજા ગામમાંથી કે બીજા ઘરમાંથી સામે લાવવું તે અભ્યાહત. (૧૨) ઉત્રિ - સીલ કરેલા બરણી વગેરેના મોઢા ખોલીને ગૃહસ્થ સાધુને ઘી વગેરે વહોરાવવું તે ઉદ્ધિa. (૧૩) માલાપહત:- હાથેથી મુશ્કેલીથી ઉતારી શકાય એવી વસ્તુ ગૃહસ્થ માળીયા ઉપરથી ઉતારીને સાધુને વહોરાવવી તે માલાપહત. (૧૪) આચ્છેદ્ય :- ગૃહસ્થ બીજા પાસેથી પરાણે વસ્તુ લઈને સાધુને વહોરાવવી તે આચ્છેદ્ય. (૧૫) અનિવૃષ્ટ :- જે વસ્તુ ઘણાની હોય અને તેમાંથી બીજાઓએ ન આપી હોય તેને એક ગૃહસ્થ વહોરાવવી તે અનિસુખ. (૧૬) અધ્યવપૂરક :- ગૃહસ્થ પોતાની માટે જેને રાંધવાની શરૂઆત કરી હોય તેમાં સાધુ માટે વધુ ઉમેરવું તે અધ્યવપૂરક. જી ૧૬ પ્રકારના ઉત્પાદનના દોષો જ (૧) ધાત્રીદોષ :- ભિક્ષા માટે ગૃહસ્થના સંતાનોને ખોળામાં બેસાડી રમાડવા વગેરે ધાવમાતાના કૃત્યો કરવા તે ધાત્રીદોષ. (૨) દૂતીદોષ :- ભિક્ષા માટે ગૃહસ્થનો સંદેશો એક સ્થાનથી બીજે આજ ૮૬. ૧૬ પ્રકારના ઉત્પાદનના દોષો
SR No.022237
Book TitleGurugunshat Trinshtshatrinshika Kulak
Original Sutra AuthorN/A
AuthorHemchandrasuri
PublisherSanghvi Ambalal Ratanchand Jain Dharmik Trust
Publication Year2014
Total Pages258
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy