________________
(૧૯) ઓગણીસમી છત્રીશી
૧૬ પ્રકારના ઉદ્ગમના દોષોથી રહિત આહાર વાપરનારા ૧૬ પ્રકારના ઉત્પાદનના દોષોથી રહિત આહાર વાપરનારા ૪ પ્રકારના અભિગ્રહમાં નિરત
કુલ ૩૬ ગુણોવાળા ગુરુ જય પામો.
છ ૧૬ પ્રકારના ઉદ્ગમના દોષો ર
(૧) આધાકર્મ :- છ કાયની વિરાધના કરીને સાધુ માટે અશન વગેરે કરવા તે આધાકર્મ.
થ
(૨) ઔદ્દેશિક :- જે ગૃહસ્થે પોતાની માટે કર્યું હોય અને પછી સાધુને ઉદ્દેશીને જુદું કરાય તે ઔદ્દેશિક. તે ૩ પ્રકારે છે –
(i) જેને જે રીતે જુદું કર્યું હોય તેને તે જ રીતે યાવદર્થિક વગેરે ચાર માટે રાખવું તે ઉદ્દિષ્ટઔદ્દેશિક.
(ii) જુદા કરાયેલા ક્રૂર વગેરેને દહી વગેરેની સાથે કે શાક વગેરેની સાથે જીવવિરાધના વિના સંસ્કારાય તે કૃતઔદ્દેશિક.
(iii) જુદા કરાયેલા આહારને જીવવિરાધનાપૂર્વક સંસ્કારાય તે કર્મઔદેશિક.
આ ત્રણેના દરેકના ૪ પ્રકાર છે
-
યાવદર્થિકો (બધા) માટે સંકલ્પેલું હોય તે ઉદ્દેશ.
(i)
(ii) પાખંડિઓ માટે સંકલ્પેલું હોય તે સમુદ્દેશ.
(iii) શ્રમણો (બૌદ્ધ સાધુઓ વગેરે) માટે સંકલ્પેલું હોય તે આદેશ.
(iv) નિગ્રન્થો (જૈન સાધુઓ) માટે સંકલ્પેલું હોય તે સમાદેશ. આમ ઔદ્દેશિકના ૩ ૪ ૪ ૧૨ ભેદ થાય છે. (૩) પૂતિકર્મ :- ઉદ્ગમના દોષથી દુષ્ટ આહારના સંગથી શુદ્ધ આહાર
=
પણ અપવિત્ર બને તે પૂતિકર્મ.
(૪)
મિશ્ર :બન્નેની માટે રાંધવું તે મિશ્ર.
ગૃહસ્થે પહેલાથી પોતાની માટે અને સાધુ ભગવંતો માટે
૧૬ પ્રકારના ઉદ્ગમના દોષો
...૮૫...