________________
(૨) રસગારવ :- અરસ, વિરસ, લૂખા, સ્વાભાવિક રીતે મળેલા
આહારને ન ઈચ્છવો, સારા અને સ્નિગ્ધ આહારને માંગવો તે રસગારવ. સાતાગારવ :- શરીરની શુશ્રુષા કરવી, શયન-આસન-વાહનનો વારંવાર ઉપયોગ કરવો, દુઃખને સહન ન કરવું તે સાતાગારવ.
જી 3 પ્રકારના શલ્યો જ (૧) માયાશલ્ય :- માયા, પ્રપંચ, કપટ વગેરે કરવા તે. (૨) નિયાણશલ્ય - તપના ફળરૂપે ભૌતિક વસ્તુની આશંસારૂપ નિયાણું
કરવું તે. (૩) મિથ્યાદર્શનશલ્ય - જિનેશ્વર ભગવાનના વચન પર શ્રદ્ધા ન
કરવી તે.
a એક પિતાએ પોતાના પુત્રને નીચેની શીખામણો અંત વખતે આપેલી
(૧) સર્વને પ્રિય થવું. (૨) કદિ પણ પરાધીન થવું નહીં (૩) લેખિત પત્ર વિના લેવડ-દેવડનો વ્યવહાર કરવો નહીં (૪) હીન જાતનું ઋણ લેવું નહીં (૫) સભામાં જુઠી વાત કરવી નહીં (૬) જ્યાં આદર ન હોય ત્યાં બોલવું નહીં. (૭) અનીતિથી અંગબળનો ઉપયોગ કરવો નહીં. (૮) ઘણું અન્ન ખાવું નહીં, તેમ ઘણી નિદ્રા લેવી નહીં. (૯) પોતાની કીર્તિ પોતાને મોઢે કરવી નહીં સાચામાં સાચું ડહાપણ દઢ સંકલ્પમાં રહેલું છે.
• ૮૪.,
૩ પ્રકારના શલ્યો