________________
(
શ્રી જન જ્ઞાન ગીતા.
અશુચિ દેહથી ભિન્ન નિજ, દેખે શુદ્ધ સ્વરૂપ તે જ્ઞાતા સા શાસ્ત્રને, શિવ સુખ લહે અનૂપ, ૮૯ સ્વરૂપ રૂપથી અજ્ઞજન, જે ન તજે પરભાવ; જાણે કદી સૌ શાસ્ત્ર પણ, થાય ન શિવપુર રાવ. ૯૦ તજી કલ્પના જાળસ, પરમ સમાધિવત;. આત્મ ધ્યાને લીન થઈ. પામે સુખ અનંત. ૯૧ છે પિંડસ્થ પદસ્થ, રૂપસ્થ ને રૂપાતીત, જિન ભાષિત એ ધ્યાન સે, ધ્યાવે એ કે ચીત. ૯૯૨ સર્વ જીવ છે જ્ઞાનમય, જાણે સમતા ધાર; તે સામાયક જીન કરે, પ્રગટ કરે ભવ પાર. ૯૩ રાગ દ્વેષ બે ત્યાગીને, ધારે સમતા ભાવ; સામાયક ચારીત્ર તે, કહે જિનવર મુનિરાય. ૯૪ હિંસાદિક તજી નિજ મે. ચારિત્ર બીજુ તેહ; છેદપસ્થાનક કહ્યું, શિવ સુખ કારણ એહ. ૯૫ જે મિથ્યા મલ તજી ધરે, સમ્યક દર્શન શુધ; તે પરિહાર વિશુધિ લે, પામે શિવ સુખ બુધ. ૯૬ શક્ષમ લોભના નાશથી. થાય શુધ્ધ પરિણામ તે સક્ષમ સંવરાય છે, ચારિત્ર “સુખનું ધામ. ૯૭