________________
( 2 ) હેટાં બેન ધીરજને ઈટોલામાં અને બેન પારવતીને ગામ આમેદમાં સારા કુળમાં પરણાવ્યાં છે.
મુનીથી બરોબર પુખ્ત ઉમરે પહોંચ્યા બાદ તેમના પિતાશ્રી તથા માતુશ્રી પરલેક સીધાવ્યાં. ધર્મ ઉપરની સચોટ આસ્થાએ તેમને મુળથી જ સંસાર ઉપરથી વિરકત બનાવી દીધા હતા. પરંતું ત્યાગ કર એટલું જ બાકી હતું. અને તે તેમના પિતાશ્રી તથા માતુશ્રીને રુચતું ન હેતું. તેમના અવસાન બાદ તેમના વિચાર સચોટ થયા ધર્મ ધ્યાનમાં રહીને તપસ્યા કરી પિતાનાં કર્મને ક્ષય કરે એવી તેમના મન ઉપર નાનપણથી જ ભાવના થઈ હતી અને તે ભાવનાને તે અમલમાં મુક્તા. ઘણી તપશ્ચર્યા કરી તેમને શરીર ક્ષીણ કરી નાખ્યું હતું.
સંવત ૧૯૭૨ ના ચૈત્ર માસમાં મેથી ગામમાં કુદરતી કેપ થઈ લગભગ ૮૦ ઘર બળીને ભસ્મ થઈ ગયાં હતાં અને ઘણું જ ગરીબ લોકો ઘરબાર અન્ન પાણી વસ્ત્ર વિનાના નિરાધાર થઈ ગયા હતા. કુદરતે આ વખતે તેઓશ્રીની ખરી કસોટી કરી. તેઓશ્રીની ઉપર કુદરતની આર્થીક સંબંધી સારી મહેરબાની હતી અને તેમના દ્રવ્યનો તેમણે તુરત જ ગરીબ નીરાધાર લેને અન્ન, વસ્ત્ર તથા ઘર બાંધવા માટે આપી તેનો સદ્વ્યય કર્યો હતો.