________________
( ૭૦ ) શ્રેષ્ઠ કાર્ય છે અને તે જે થાય તે તારા આ ચોરાશી લાખના ફેરા અને આ તારી રખડપટ્ટી દૂર થઈ શકે તેવું છે. ત્યારે આ તે બહુ મજાની વાત થઈ. તેને થોડું થોડું ભાતું પતું આપી તેની દ્વારા જે શિવસાધન થઈ શકતું હોય તે તે કામ પાર પાડવા માટે પ્રયત્ન કરવા જેવું છે. ૭. येन विराजितमिदमतिपुण्यं, तच्चिन्तय चेतन ! नैपुण्यम् । विशदागममधिगम्य निपानं,विरचय शान्तसुधारसपानम्॥भा०॥
અર્થ–(વેતર !) હે પ્રાણી! (ન) સર્વરે કહેલા આત્મસ્વરૂપ જાણવાની જે કુશળતાવડે (હું) પ્રાપ્ત થયેલું આ શરીર (તિપુ) દેવેંદ્રોને પણ અત્યંત પૂજવાલાયક (વિનાનિત) શોભતું છે, (તન્ત) તેવા પ્રકારની (નૈપુણં) કુશળતાને (ને) (ચિત્ત) તું વિચાર કર તથા (વિરામ )નિર્મળ સિદ્ધાંતરૂપી (નિ) જળાશયને (મથાળ) ગુરુના મુખથકી પામીને (રાતનુધાપ) શાંત સ્વભાવરૂપ અમૃતરસના પાનને (વિષય) તું કર.૮.
આ કાયા મોક્ષનું દ્વાર છે, માટે ગભરાવાનું કારણ નથી; પણ તું મલકાઈ ન જતો. એ કાયાની કિંમત એટલા માટે જ છે કે એ મોક્ષદ્વાર છે. પણ જો તેને તું વેડફી નાંખે તે નરકદ્વાર પણ એ જ છે. તારે વિકાસક્રમ સુધારવાને આ અવસર છે, માટે નિપુણતા દાખવીને સ્વસ્વરૂપ નિષ્પાદન કરી એને તું અતિ પવિત્ર બનાવ. આવો અવસર ફરી ફરીને મળશે નહીં. એ સિદ્ધાંતરૂપી જળાશયમાં શાંત સુધારસ ભરેલો છે. તે અમૃતનું તું પાન કરી લે. ૮.
ઇતિ અશુચિ ભાવના નામને છ પ્રકાશ.