________________
(૩૮) તે તું વિચારજે-આખા સંસારને ખ્યાલ કરીશ તો જણાશે કે તને કર્મથી ભરેલા પોટલાએ ઉપડાવીને કર્મરાજા અન્ય ભવમાં લઈ જશે પછી ત્યાં તે તારા કેવા સંસકાર કરશે એ વિચાર કરજે. ૭. सकलसंसारभयभेदकं, जिनवचो मनसि निबंधान रे। विनय परिणमय निःश्रेयस, विहितंशमरससुधापानरे, क०॥८॥
અર્થ–(સે વિના!) હે વિનય ! હે આત્મા! (રાજાસમય ) સમગ્ર સંસારના ભયને નાશ કરનાર એવા (નિવૃત્ત) જિનેશ્વરના વચનને (મતિ ) મનને વિષે (નિવધાન ) તું ધારણ કરે અને તેથી ( વિદિતરામપુજાપાન રે) કર્યું છે સમતારસરૂપી અમૃતનું પાન જેણે એવા થઈને હે આત્મા ! તું ( નિઃશ્રેયાં ) મોક્ષને (પરિમય ) પરિણમાવ–મોક્ષરૂપ પરિણામને પામ. ૮.
તાત્પર્ય એ છે કે શમામૃતનું પાન કરીને તું મોક્ષ સાથે તન્મય ભાવ કરી દે. તને સંસાર અનેક ઉપાધિથી ભરપૂર ચિતાનું સ્થાન લાગ્યું હોય તો હવે તારે તેનાથી મોક્ષ જ મેળવો રહ્યો. સંસારથી છૂટવું એનું નામ જ મેક્ષ છે. આ ભાવના વિચારતાં તારે સંસારથી છુટવું હોય તો શાંતસુધારસનું પાન કર. એ રીતે મુક્તિ સાથે એકતા કર. તું ખરો વિનીત હો, તારે સાચે માર્ગે ચઢવું જ હોય અને આ સંસારથી તું ખરો કંટાળી ગયા છે, તો આ સંસારભાવના ભાવવાનું એ જ સાચું ફળ છે. બીજી કોઈ જગ્યાએથી સંસારની બરાબર ઓળખાણ થતી હોય તે તે વચન સ્વીકારવાને અન્ન નિષેધ નથી. ઉપાધ્યાયજીએ અનેક પ્રકારની પરીક્ષામાંથી જિનવચનને તાવી, તપાસી, ચકાસી જોયું છે. માટે તારી આ પ્રકરણમાં કહેલી સર્વ ગુંચવણને નકાલ કરે તેવું એક જૈન શાસન જ છે એમ તે કહે છે. ૮.
| gતિ તૃતીય પ્રવાશઃ |