________________
( ૨૨૦ )
લાંપરા-લપટા પડી ગયેલા તારના વિશ્વાસ શા ? અર્થાત્ વારંવાર લેવાતા ને મૂકાતા શ્વાસેાવાસને વિશ્વાસ શી રીતે થાય કે તે ક્યારે બંધ પડી જશે-અટકી પડશે. લા પડી ગયેલા તાર અણુધાર્યાં અટકી જાય છે. એ પ્રમાણે આ દુનિયાની યારી-પ્રીતિ જૂઠી છે-ખાટી છે—નાશવત છે જેવી માજીગરની ખાજી ખાટી હાય છે તેવી ખાટી છે. ઘડીમાં વિસરાળ થઈ જાય તેવી છે તેથી તેનેા વિશ્વાસ કરી શકાય તેમ નથી. ૪.
જ્યારે આ પ્રમાણે સંસારમાં પદાર્થ માત્રની અસ્થિરતા છે ત્યારે શુ કરવું? કેાના વિશ્વાસ કરવા ? કેાની સાથે પ્રીતિ કરવી ? તે કહે છે—
પરમાતમ અવિચળ અવિનાશી, સાહે શુદ્ધ પરમપદ વાસી; વિનય કહે એ સાહિબ મેરા, ફિર ન ર યહ દુનિયામે રા. કહા૦ ૫
અએક પરમાત્મા જ અવિચળ ને અવિનાશી છે તેમજ તે જ શુદ્ધ છે અને પરમપદના લાસી-પરમપદમાં રહેનારા છે. વિનયવિજય મહારાજ કહે છે કે એ પરમાત્મા જ મારા સાહિબ– સ્વામી છે. તેના પસાયથી હું કરીને આ દુનિયામાં ફેરા કરવાના નથી એવા મને પાર્ક વિશ્વાસ છે. જે જીવ એ પરમાત્માને પેાતાના સ્વામીપણે સ્વીકારે છે ને તેની આજ્ઞા પ્રમાણે વતે છે તેને આ સંસારમાં પરિભ્રમણ કરવું પડતું જ નથી. આ વાત સહજે સિદ્ધ થાય તેવી છે. ૫.
→