________________
(૨૧૬).
મેહમદિરાના છાકમાં છકેલે જ રાખે છે. વળી ભણ્યાભઢ્યના વિવેક સિવાય સર્વ વસ્તુ–ભક્ષ્ય ને અભક્ષ્ય તને ખવરાવે છે અને આમ કરીને અનંત કાળ સુધી ત્યાં-અવ્યવહારરાશીમાં તેમજ વ્યવહારરાશીમાં પણ તને રાખે છે. ૩. અવસર પામી ચેતના બેલી, પ્રભુ સુમતિને ઘેર રાખે રે; કુમતિને મુખ મીઠાઈ દેઈ, સુમતિતણું ગુણ ચાખે રે.
ચેતના ૪ અર્થ_એવામાં કાંઈક અવસર પામીને–આત્માની સહજ જાગૃતિ જોઈને ચેતના-જ્ઞાનદશા બેલી કે-“હે પ્રભુ! હે સ્વામી! તમે સુમતિને ઘરમાં રાખો અને કુમતિના મોઢામાં મીઠાઈ ભરી દઈને–તેને બોલતી બંધ કરી સુમતિના ગુણને–તેનાથી પ્રાપ્ત થતા આત્મિક સુખને ચા–તેનું આસ્વાદન કરે.' ૪ એને અભ્યાસે દેશવત આવે, અવસરે કમતિને છેડી રે; સુમતિનું બળ વાણ્યું જાણું, સંયમ સ્ત્રી તહીં તેડી રે.
ચેતના૦ ૫ અ–ઉપર પ્રમાણે ચેતનાના કહેવાથી સુમતિને ઘરમાં રાખી એટલે એના-સુમતિના અભ્યાસથી પ્રારંભમાં દેશવિરતિપણને લાભ મળે. એટલે તે પછી ચેતને કુમતિને અવસર પામીને તજી જ દીધી. ત્યારપછી તે સુમતિનું બળ વધ્યું એટલે તેણે સંયમસ્ત્રીને–સર્વવિરતિને પોતાની મદદમાં બોલાવી. અર્થાત આ ચેતને કુમતિનો નાશ થવાથી સર્વવિરતિપણું અંગીકાર કર્યું. આમ સુમતિને અંગે તેને–આત્માને સુધારે થવા માંડ્યો-પ્રગતિ થતી ગઈ. ૫ સુમતિ સ્ત્રી પરિવારે વાધે, તવ મુગતિ સ્ત્રી શું મિલાવે રે; આપસરૂપે ચેતન થાયે, તવ નિર્ભય થાનક પાવે રે.
ચેતના, ૬