________________
(૨૧૫)
સઝાય ૫ મી
(રાગ-આસાઉરી) ચેતના ચેતન સમજાવે, અનાદિ સ્વરૂપ જણાવે રે સુમતિ કમતિદેયનારી તાહરે, કુમતિ કહે તેમ ચાલે રે,
અર્થ– ચેતના એટલે જ્ઞાનદશા ચેતનને–આત્માને સમજાવે છે અને તેનું જ્ઞાનાદિ રૂપ અનાદિ સ્વરૂપ ઓળખાવે છે. તે કહે છે કે-“હે આત્મા ! તારે સુમતિ ને કુમતિ નામની બે સ્ત્રી છે, તેમાંથી તું કુમતિના કહ્યા પ્રમાણે જ ચાલે છે–વર્તે છે, તેથી જ આજ સુધી સંસાર પરિભ્રમણ કર્યું છે. ૧. વળી કુમતિતણે પરિકર છે બહાળે, રાતદિવસ કરે ડાહલો રે; વિષયકષાયમાં ભીને રહેવે, નવિ જાણે તે ભાયલે રે.
ચેતના૦ ૨ અર્થ-કુમતિને પરિવાર મેહમાયા વિગેરે ઘણે બહોળ છે. તે રાતદિવસ આત્માને વીંટીને-ડાયરે ભરીને બેસી રહે છેઆત્માને છૂટો પડવા દેતા નથી. તેથી આત્મા વિષય-કષાયમાં આસક્ત જ રહે છે અને આ બધું કુમતિનું કર્તવ્ય છે એમ તે ભાયલે-ભાયડે–આત્મા જાણતા નથી. આત્માને એકાંત અહિતકર છતાં કુમતિને તે હિતકારી માને છે. ૨. વળી સુમતિને મિલવા નવિ દીયે તુઝને, મેહની છાકે છાક્યો રે; ભક્ષ્યાભક્ષ્ય તુઝને કરાવે, અનંત કાળ ત્યાં રાખ્યો રે.
ચેતના૦ ૩ અર્થ–તે કુમતિ તને સુમતિને મળવા પણ દેતી નથી અને