________________
(૨૧૪) સંગથી આ જીવની અપાર-સંસારમાં ભટકવાની સ્થિતિ બહુ વૃદ્ધિ પામે છે. ૪. સર્વ પદારથથી હું અળગો, એ બાજીગરકી બાજી રે; ઉદયાગત ભાવે એ નિપજે, સંસારવતનકે સાજી રે.
કેઈએ૫ અર્થ—અનુભવી આત્મા વિચારે કે હું આ સર્વ પદ્ગળિક પદાર્થોથી અળગા-જુદે જ છું. આ તો બધી મેહરાજારૂપ બાજીગરની માંડેલી બાજી છે. એ બધા ભાવ ઉદયગતપણે આ જીવને પ્રાપ્ત થાય છે અર્થાત્ શુભાશુભ કર્મોના ઉદયથી પ્રાપ્ત થાય છે અને આ પગળિક ભાવ આ સંસારરૂપ વતનને– સ્થાનને સાજી અર્થાત્ સહાયક છે–સાજાં કરનાર છે. એમાં આ જીવને મોહ પમાડીને રોકી રાખનાર છે. ૫. અંતર આમતે નર કહીએ, જે ત્યાગ ભેગ નવિ છે રે; ભણે મણિચંદ્ર યથાસ્થિત ભાવે, સુખાદિકને પ્રીછે રે.
કેઈએ. ૬ અર્થ—અંતરાત્મા તેને જ કહીએ કે જે આ પિધ્ધળિક પદાર્થોના ત્યાગ કે ભેગની ઈચ્છા જ ન કરે. અર્થાત્ મુનિ મણિચંદ્ર કહે છે કે–તે સુખાદિકને સુખદુઃખને યથાસ્થિત ભાવે પ્રીછે– જાણે-સમજે એટલે પછી તેને સુખના ભેગની કે દુઃખના ત્યાગની ઈચ્છા જ ન થાય. તે તે જે પ્રમાણે કર્મોદય થાય તે પ્રમાણે સમજીને તેને ભેગવે-તેનો અનુભવ કરે અને પોતે આત્મસ્વરૂપમાં–આત્માના સ્વભાવમાં રમણતા કરે–તેની વિચારણામાં જ આસક્ત રહે. ૬.