________________
(૧૮૨ ) તમે માર્ગ સંબંધી પ્રશ્ન કેને પૂછે છો ? સંસારમાં આસક્ત, સ્ત્રી-ધનની મૂછમાં પડેલા, આડંબરમાં મહિમા માનનારા અને પૂર્વપુરુષની પુંજી ઉપર વ્યાપાર કરનારા એવા મનુષ્યોને માર્ગ પૂછવાથી તે પોતે જ અજ્ઞાની શું કહી શકે ? ટૂંકામાં વાત એ છે કે તમારે ઉપાધિઓને પ્રતિકાર કર હોય તે પાણી વલોવવું છોડી દ્યો અને દૂધનું મંથન કરે. અહીં પાણી એ ઉપાધિ છે અને દહીં એ ઉપાધિ રહિત છે, માટે મનપ્રસાદનું આ અનિવાર્યું પરિણામ પ્રયાસ વડે સાધવા ગ્ય છે. ૪. अनिरुद्धं मन एव जनानां, जनयति विविधातकम् । सपदि सुखानि तदेव विधत्ते, आत्माराममशंकं रे ।। सु०॥५॥
અર્થ:-( નાનાં) પ્રાણીઓનું (અનિ) નહીં રૂ ધેલું - (મન ga) મન જ (વિવિધાતંમ્) વિવિધ પ્રકારની રેગ સંતાપની પીડાને (કનથતિ) ઉત્પન્ન કરે છે. (ત) તે જ મન (આતમારામં) આત્મસ્વરૂપમાં રમણ કરતું સતું અને (ર) સંદેહ રહિત સતું (રાપર) શીધ્ર (સુવાનિ ) સર્વ સુખને (વિધ) કરે છે–આપે છે. પ.
પ્રાણીને સુખ, દુઃખ, ચિંતા, સંતાપ વિગેરે થાય છે તે સર્વ મનનું કારણ છે. ખાસ કરીને પૂર્વ વાસનાને લઈને મનને સ્વભાવ ઇંદ્રિયવિષયમાં વલખાં મારવાનો હોય છે અને એ વિષયભેગ ન મળે એટલે મન મુંઝાય છે. એ જ મન આત્મારામમાં રમણ કરતું હોય તે અક૯ય સુખને પામે છે, બહુ સાદી સીધી સમજાય તેવી વાત છે, પણ પ્રવૃત્તિ વખતે એટલી સહેલી નથી. પ્રાણીને સુખદુઃખ લાગે છે, સંતાપ-ચિંતા થાય છે એ સર્વ મનનું કારણ છે. મનમાં એક વાતને ખોટી માની લીધી એટલે વિચારપરંપરાનો અવકાશ પ્રાપ્ત થાય છે, માટે મનને વશ કરવું. ૫.