________________
(૧૬૫) ચડે છે. અન્યના ગુણોની પ્રશંસાથી આપણા ગુણો નિર્મળ થાય છે. કેટલીક વાર પ્રશંસાને પરિણામે ગુણમાં સ્થિર થાય છે. અને - પરને દષ્ટાંત રૂપ બની ગુણવૃદ્ધિનું કારણ પણ બને છે. ૭.
અમેદભાવના : યાષ્ટક
(ારી રાગણ ગીત) કષભ જિર્ણદા! ઋષભ જિર્ણદા! તું સાહિબ હું છું તું જ બંદા. તુજશું પ્રીત બની મુજ સાચી, મુજ મન તુજ ગુણશું રહ્યું માચી (એ દેશી) विनय ! विभावय गुणपरितोष, निजसुकृताप्तवरेषु परेषु। . परिहर दूरं मत्सरदोष, विनय ! विभावय गुणपरितोषम् ॥१॥
અર્થ—(વિના) હે વિનયવાળા આત્મા! (કુરિતો) બીજાના ગુણેને વિષે સંતોષ-અત્યાનંદ (વિમાર) તું ચિંતવન કર. ( નિકાપુતારપુ ) પિતપોતાના સારા કૃત્યોથી પ્રાપ્ત થયેલું છે. પ્રધાનપણું જેને એવા (પુ) બીજા પુણ્યવંત પ્રાણીઓને વિષે (મારોઉં ) અદેખાઈરૂપ દેષને (સૂ) અત્યંત (પ ) ત્યાગ કર. ૧. , હે ચેતન ! તું ગુણ જોઈને પ્રસન્ન થા. જ્યારે ચિત્ત પ્રસન્ન થાય ત્યારે આખી દુનિયા આનંદમય જણાય છે, કારણ કે આપણી દુનિયા સાધારણ રીતે આપણું ચિત્તનું જ પ્રતિબિંબ હોય છે. એ. કલુષિત હોય ત્યારે એને હવામાં પણ અશાંતિ દેખાય છે. પૂર્વ સંચિત પુણયાને અન્ય લક્ષ્મી પ્રાપ્ત થવાથી ઉદારતા બતાવે તો એને મત્સર ન કર. પણ હદયથી એમાં આનંદ અનુભવ, એની એગ્ય પ્રશંસા કરવી, એ ગુણપ્રાપ્તિનો સરળ ઉપાય છે. ૧.
-