________________
(૧૬૨ ) શક્તિ તેમજ પૃથક્કરણશક્તિ ખીલેલી હોય છે. એનામાં વિવેક જાગેલો હોય છે. પ્રમોદ ભાવના શ્રાવકના ગુણેની પ્રશંસા સર્વ ગુણગ્રાહી પાસે કરાવે છે એ એની વિશિષ્ટતા છે. આવી શ્રદ્ધાપૂર્વક વિવેકથી એ ચારે પ્રકારના ધર્મને આચરે છે. એનામાં શ્રુતસમુચિત શ્રદ્ધા હોવાથી એ સર્વ પ્રકારે પ્રશંસાપાત્ર છે, એનું સાધ્ય ગુણપ્રાપ્તિનું હોવાથી એ જરૂર આગળ વધે છે અને જ્યાં અંધશ્રદ્ધા જણાય ત્યાં એ સ્પષ્ટ રીતે વિચાર પિતાના જણાવે છે. ૪.
(ઉપનાતિવૃત્ત ) मिथ्यादृशामप्युपकारसारं, संतोषसत्यादिगुणप्रसारम् । वदान्यतावैनयिकप्रकार, मार्गानुसारीत्यनुमोदयामः ॥५॥
અર્થ – મિથ્યાદરામ) મિથ્યાષ્ટિઓના પણ (ઉપસા) હિત, સુખ વિગેરે પ્રધાન એવા ઉપકારને, ( સંતોષાત્યાદ્રિ ગુણાકા) સંતોષ અને સત્ય વિગેરે ગુણના વિસ્તારને તથા (વાચતાનમિયા ) દાતારપણું અને વિનયવૃત્તિ વિગેરેને (માનુસાર તિ ) આ મેક્ષમાર્ગને અનુસરનાર-અનુકૂળ છે એમ ધારીને ( અનુમોરયા) અમે હૃદયવડે આનંદવાળા થઈએ છીએ. ૫.
પ્રમોદ ભાવના પ્રાણીમાં કેટલી વિશાળતા ઉત્પન્ન કરે છે અને ગુણાનુરાગ કેટલે ગુણીયલ અને ગુણાકર્ષક બનાવે છે તેની પરાકાષ્ઠાનું આ દષ્ટાંત છે. આમાં વગરસંકેચની વિશાળતા છે અને એ ખરું જૈનત્વ છે. અત્યાર સુધીમાં જ્યાં જ્યાં ગુણદર્શન થયા ત્યાં ત્યાં પ્રશંસા કરી, એવા સ્થાનકે વ્યક્તિની વિચારણા કરતાં ગુણપક્ષપાતની ભવ્યતા સ્પષ્ટ થાય છે. એ અન્યમાં સંતેષવૃત્તિ જુએ એટલે તેને પ્રશંસે છે, અન્યમાં સત્યપ્રિયતા