________________
( ૭ ) અનિત્યતા ૧, અશરણુતા ૨, (મ) સંસાર ૩, (પત્ર) એકત્વ ૪, (અન્યતામ) અન્યત્વ ૫, ( વમ્ ) અશોચ ૬, ( શિવમ્ ૪ ) આશ્રવ ૭, અને ( i ) સંવર ૮, ( વર્મળ નિર્મા) કર્મની નિર્જરા ૯, ( ધર્મજૂરતાં ) ધર્મસૂક્તતા ૧૦, (ઢોરપદ્ધતિમ્) લેકપદ્ધતિ ૧૧ અને (વધિદુમતા) બધિદુર્લભતા ૧૨. આ બાર ભાવનાને (રિમાવી) તું વિચાર. (તાર) આ બાર ભાવનાઓને (માવચન) ભાવતે એટલે વિચારતો એ તું ( માત્ર ) સંસારથકી ( મુખ્ય ) મુકત થઈશ. ૭-૮
વિવેચન–અનિત્યતા એટલે સંસારમાં સર્વે પદાર્થો અનિત્ય છે એમ જે ભાવવું તે ૧, અશરણ એટલે સંસારમાં દુઃખનો નાશ કરનાર કેઈ પણ શરણભૂત નથી, એક જૈન ધર્મ જ શરણ થાય તેમ છે એમ જે ભાવવું તે ૨, સંસાર એટલે ચાર ગતિરૂપ સ સારનું સ્વરૂપ ભાવવું તે ૩, એકત્વ એટલે પ્રાણી સંસારમાં એકલો જ આવે છે, એકલો જ જાય છે અને સુખ દુઃખને એકલે જ ભગવે છે એમ ભાવવું તે ૪, અન્યત્વ એટલે આ સંસારમાં શરીરાદિક સર્વ પદાથી આત્માથી અન્ય-જુદા છે એમ ભાવવું તે ૫, અશોચ એટલે આ શરીર અપવિત્ર પદાર્થોથી ભરેલું છે એમ ભાવવું તે ૬, આશ્રવ એટલે આ જીવ મિથ્યાત્વ, અવિરતિ, કષાય અને વેગવડે કર્મોને બાંધે છે એમ જે ભાવવું તે ૭, સંવર એટલે આવતા કર્મોને રોકી રાખવાના માર્ગોનું વિચારવું-ભાવવું તે ૮, કર્મનિર્જરા એટલે પૂર્વે બાંધેલા કર્મોને ભેગવ્યા વિના ખપાવવાના માર્ગને વિચાર કરે તે ૯, ધર્મસૂક્તતા એટલે આત્માનું સ્વરૂપ અને કર્મનું સ્વરૂપ બનેને સંબંધ વિગેરે વિચારો તે ૧૦, લોકપદ્ધતિ એટલે ચંદ રાજલોક સંબંધી વિચાર કરવો તે ૧૧, તથા બાધિદુર્લભતા એટલે ધર્મની સામગ્રી અને સમકિતની