________________
( ૧૫૦ )
ર
या रागरोषादिरुजो जनानां, शाम्यन्तु वाक्कायमनोदुहस्ताः ।
ર
99
૧૨
सर्वेऽप्युदासीनरसं रसन्तु, सर्वत्र सर्वे सुखिनो भवन्तु ॥ ८ ॥
અર્થ:—( જ્ઞનાનાં) પ્રાણીઓના (વાધયમનોવ્રુ: ) વાણી, કાયા અને મનને દ્રોહ કરનારા ( ચા ) જે ( પોષાવિજ્ઞ.) રાગદ્વેષ વિગેરે રાગેા છે, ( તા: ) તે સવે ( રાજ્યન્તુ શમી જાએ, ( સર્વે ) સર્વ જીવા ( પાલીમä) રાગદ્વેષ રહિત એવા સમતારસને ( સસ્તુ) આસ્વાદન કરી, અને ( સર્વે ) જીવા ( સર્વત્ર ) આ લેાક અને પરલેાકમાં સર્વ ઠેકાણે ( સુલિનઃ ) સુખી ( અવન્તુ ) થાએ. ૮.
.
આ શ્લાકમાં ત્રણ ખાખત રજૂ થઇ–૧ પ્રાણીના રાગદ્વેષ શમી જાઓ, ૨ પ્રાણીએ સમતારસને આસ્વાદો, ને ૩ સર્વ પ્રાણીએ સર્વત્ર સુખી થાઓ. હૃદયપૂર્વક મૈત્રી થાય તે તે રાગદ્વેષ રહિત થાય છે. વળી તે ઇચ્છે છે કે સર્વ પ્રાણીઓ સમતાભાવના રસને ચાખેા. ત્યાં રાગદ્વેષના અભાવનું એ સક્રિયરૂપ છે. દુનિયાના સર્વ પ્રાણીએ સમતારસ ધરાઇ ધરાઇને પીએ એમ તે અંતરથી ઇચ્છે છે. તે જાણે છે કે સમતા વગર ગમે તેટલી ખાદ્ઘક્રિયા કરવામાં આવે તે છાર ઉપર લીંપણુ સમાન છે અને દીર્ઘદષ્ટિથી જોઈએ તા વસ્તુતઃ તેના કાંઇ અર્થ જ નથી. જો સમતા આવી જાય તેા અંતરાત્મા શાંતિને અનુભવે છે. 6.
*હ્યું —