________________
(૧૪૩) સાંપડે છે. બારે ભાવના અનુપ્રેક્ષા માટે છે. એક પણ ભાવના અંતઃકરણના ઊંડાણથી વિચારવામાં આવે તો પ્રાણીના જવરને ઉતારી નાંખે તેમ છે. એક અથવા વધારે ભાવનાને અંતરદષ્ટિએ ભાવવી. એમાં પુનરાવર્તન થયા કરે તેને વાંધો નથી. આ અવસર મળે છતાં તેને લાભ લેતા પ્રાણું પાછો પડી જાય છે. પ્રમાદથી ગભરાવું નહીં. આ પ્રાણી વિકથા કે બેટી ચર્ચામાં મળેલ તકને ગુમાવી દે છે, મહા મુસીબતે મળેલ બોધિરત્નને પેલા વિપ્રની જેમ ફેકી દે છે-દરિદ્રીને દારિદ્રી જ રહે છે અને નરભવ વિગેરે અનેક સગવડો–અનુકૂળતાઓ મળી એનો એ જરા પણ લાભ લઈ શકતો નથી. ૮.
इति द्वादश बोधिदुर्लभ भावना प्रकाशः
હવે બીજી ચાર ધર્મ ભાવના ધર્મધ્યાન લાવનાર અને તેમાં સ્થિર કરનાર છે. મૈત્રી ભાવના પ્રાણીઓ તરફ પ્રેમ લાવનાર છે, પ્રમોદ ભાવના ગુણમાં રમણ કરાવનાર છે, કરુણા ભાવના હૃદયથી હિત કરનાર છે અને માધ્ય ભાવના હૃદયની વિશાળતા બતાવનાર છે. આ ચારે ભાવનાના વિમળ પ્રવાહમાં આપણે હવે પ્રવેશ કરીએ.
મોક્ષ-મહેલ પર ચડવાને માટે આ ચાર ભાવના અત્યંત ઉપયોગી છે તેથી તેના પર વિશેષ ધ્યાન આપવાની જરૂર છે.
|| યારા ઝરમરિાઃ | બાર ભાવનાના પ્રકાશ કહ્યા. તેમાં આત્માના વર્તનને દેખાડનારી બાર અનુપ્રેક્ષા એટલે અંતર પ્રેરણારૂપ ભાવના કહી. હવે તેરમા પ્રકાશથી ધ્યાનરૂપ મહેલ ઉપર ચડવામાં કારણભૂત મૈત્રી વિગેરે ચાર ભાવના કહેવાય છે. તેનું સ્વરૂપ આ પ્રમાણે