________________
(૧૩૭) તેવી વાત છે અને તેમ કરીને તારી પિતાની આત્મશક્તિથી અધમ ગતિને અટકાવી દે. જ્ઞાનમય જીવનનું આ પરિણામ છે. મુદ્દાની વાત જ્ઞાનમય જીવન કરી દેવાની છે અને તે તારું ખાસ કર્તવ્ય છે. શ્રદ્ધા ઉત્પન્ન કરવા માટે અને હોય તો તેને ટકાવી રાખવા માટે જ્ઞાનપ્રકાશની જરૂર છે. ૧. चक्रिभोज्यादिरिव नरभवो दुर्लभो आम्यतां घोरसंसारकक्षे । बहुनिगोदादिकायस्थितिव्यायते, मोहमिथ्यात्वमुखचोरलक्षे॥
અર્થ – વદુનિવરિથતિઘા ) ઘણા નિગોદા દિક કાયસ્થિતિવડે વિશાળ, (મોહમિથ્યાત્વમુહોસ્ટક્ષે) મેહ અને મિથ્યાત્વ પ્રમુખ લાખ ચોરવાળાચરના નિવાસસ્થાન એવા (વાવ) ભયંકર સંસારરૂપી અરણ્યમાં (સ્ત્રાતાં) ભમતા એવા જીવોને (નામ) મનુષ્યભવ (શિમોગ્રાવિવિ) ચકવતના ભેજનાદિકની જેમ (દુસ્ટમ) અતિ દુર્લભ છે. જેમ બ્રહ્મદત્ત ચક્રવત્તીના સમયે એક દરિદ્ર બ્રાહ્મણને ચક્રવત્તનું ભેજન ફરીથી દુર્લભ થયું તેમ. ૨.
અવ્યવહારરાશિમાં નિગોદના જીવોની અનંત કાળની કાયસ્થિતિ સમજવી. ત્યારપછી વ્યવહારરાશિમાં આવતાં બાદરનિ - દમાં પણ અનંતકાળ કાયસ્થિતિ છે. ત્યારપછી પ્રત્યેક વનસ્પતિકાય આદિ પાંચ સ્થાવરની અસંખ્યાતી ઉત્સર્પિણી અવસર્પિણની કાયસ્થિતિ છે, વિકલૈંદ્રિયની સંખ્યાતા હજાર વર્ષની કાયસ્થિતિ છે. સંસી પર્યાપ્ત પંચેંદ્રિય તિર્યંચ અને મનુષ્યની સાત આઠ ભવની કાયસ્થિતિ છે. આવા મહાન સંસાર અટવીમાં રખડતાં નરભવની પ્રાપ્તિ થવી ઘણું મુશ્કેલ છે. એ તો કોઈ વાર અનંતકાળના પર્યટન પછી મળી જાય તો નશીબની વાત છે, માટે પામેલા મનુષ્યભવને સફળ કરવાનો વિચાર કરે ઘટે છે. ૨.