________________
( ૧૨૮) એવી કઈ જાતિ નથી, એવી કઈ એનિ નથી, એવું કઈ સ્થાન નથી કે એવું કંઈ કુળ નથી કે જ્યાં આ જીવ અનેક વાર જ ન હોય કે મરણ પામે ન હોય. આવી રીતે જન્મમરણના ચક્કરે ચઢેલા સંસારમાં ફરતા સર્વ જીવોને આ લોકમાં હર્ષ વિષાદનો ચિરકાળ સુધી પરિચય થયેલો છે. ૭. इह पर्यटनपराङ्मुखाः, प्रणमत बगवन्तम् । शान्तसुधारसपानतो, धृतविनयमवन्तम् ॥ वि० ॥ ८॥
અર્થ:–હે ભવ્ય છે ! જે તમે ( ૬ ) આ સંસારમાં ( પર્યટનમુલ્લ ) ભવભ્રમણથી થાકી ગયા હો તો તે રાતથાપાનતઃ ) સુધારસના પાનથી ( ધૃવિનાં ) ધારણ કર્યો છે વિનય જેણે એવા પ્રાણીને ( એવાં ) રક્ષણ કરનારા ( મકવન્ત ) ભગવાનને (પ્રામત ) પ્રણામ કરે. એટલે પ્રણામ કરવામાં બે વાત છે. એક આદર્શ તરીકે તેમનો સ્વીકાર અને બીજું તેમના બતાવેલા માર્ગે વહન. ૮.
તમે અત્યાર સુધી ભૂલ્યા. પરને પિતાના માન્યા, થોડા વખતના વાસને ઘરના ઘર માન્યા, પંખીના મેળાને કુટુંબ માન્યું, આમાં કાંઈ સાચો માર્ગ પ્રાપ્ત ન થાય. જે તમારે એ પરિભ્રમણને છેડે લાવવો હોય તે તમારા આદર્શ તરીકે જિનેશ્વર દેવનું સ્થાપન કરો. ૮. .
इति एकादश लोकस्वरूप भावना प्रकाशः ।