________________
( ૪ ) કરવાનો છે. મેં આ ગ્રંથમાં શાંતસુધાને રસ ઠાંસી ઠાંસીને ભર્યો છે,
એ રસ જે મેં જાણે કે અનુભવ્યે તે તમારે માટે અહીં સંગ્રહી રાખે છે. ખરી રીતે તે આવા ગ્રંથ સાંભળવા માત્રથી પ્રાણીને ઉદ્ધાર થઈ જતો નથી, પરંતુ ઉદ્ધારની દિશાએ તેને દોરવાને ઉપાય તો આ જ છે. આ પ્રાણી જે આવી ભાવનાઓ સાંભળતો થાય અને જરા અંદર ઊંડે ઉતરે તે પછી એને માર્ગ એને સહેજે જડી આવે. ૩
सुमनसोमनसि श्रुतपावना, निदधता द्वयधिका देश भावनाः। यदिहें रोहति मोहंतिरोहिताद्भुतगतिविदिता समैतालता ॥४॥
અર્થ-(કુમાર) સારા મનવાળા-વિદ્વાન જન (યુતપાવનાર) સાંભળનારના કાનને પવિત્ર કરનાર (વ્રથfધવ રા) બે અધિક દશ એટલે બાર (માવનાર) ભાવનાઓને (મતિ) મનને વિષે (નિધતાં) ધારણ કરે. (ચત્ત) કે જેથી (મોતિરદિતા) મેહવડે આચ્છાદિત થયેલી, (તારા) અદ્દભુત ગતિવાળી અને (વિવિતા) પ્રસિદ્ધ એવી (સમતાઢતા) સમતારૂપી લતા (ફુદ ) આ તમારા મનને વિષે (રોતિ) ઊગી નીકળે. ૪
જેમ ધનવાન માણસ પોતાના ગળામાં અમૂલ્ય મેતીની માળા ધારણ કરે છે તેમ આ ભાવનારૂપ મૈક્તિકમાળા તમારા મનમંદિરમાં ધારણ કરો. હૃદય ઉપર ધારણ કરેલી મેતીની માળા જેનારને સુંદર લાગે છે અને પહેરનારની નજરમાં આખો વખત રહે છે. તેમ જ આ ભાવનારૂપ રત્નમાલિકાને રાખવી જોઈએ. જો તમારે આ સમતાલતાને ઊગાડવી હોય, જે તમારે એનાં ફળ ચાખવાં હોય અને જે તમારે સંસારની સર્વ ગુંચવણને અંત હંમેશને માટે આણ હોય તો હે મહાનુભાવે! તમે આ બાર ભાવનાઓને મનમંદિરમાં બરાબર સ્થાપન કરે. ૪