________________
( ૯ ) આ તપ અનેક ભવમાં એકઠાં કરેલાં કર્મોને મેળાં પાડી દે છે. મહાઆરંભ, મહાપરિગ્રહ વિગેરેથી અથવા મેહનીય કર્મના જોરથી અને કષાયની પરિણતિથી આ પ્રાણીએ અનેક દુષ્કૃત એકઠાં કરેલાં હોય છે, તેને આ તપ નિ:સર્વ કરી નાંખે છે. એ લાભ કાંઈ જેવો તેવું નથી. દેશથી થતી કર્મની પરિશાટના તે તપથી થનારો મહા લાભ છે. તત્વજ્ઞાનીઓ કર્મને બાળનાર હોવાથી જ્ઞાનને પણ તપ કહે છે અને તે આત્યંતર તપ છે, બાહ્ય તપ તેને પુષ્ટિ આપનાર છે. ૧. याति घनाऽपि घनाघनपटली, खरपवनेन विरामम् । भजति तथा तपसा दुरिताली, क्षणभंगुरपरिणामम् ।।वि० २॥
અર્થ:–જેમ (વના) નિબિડ એવી પણ (વનાથનgટી) ગાઢ મેઘની શ્રેણી (ઉના) પ્રચંડ વાયુવડે (વિરામ) વિનાશને (જાતિ) પામે છે એટલે વીખરાઈ જાય છે, (તથા) તે પ્રકારે (તારા) પાપની શ્રેણું (તારા) તપવડે (ક્ષાઅંગુરપાિમ) ક્ષણ માત્રમાં વિનાશના પરિણામને (મતિ) ભજે છે–પામે છે. ૨.
તપ જે યથાવિધિ કરવામાં આવ્યું હોય એટલે કે જ્ઞાનયુક્ત ભાવ અને વ લ્લાસપૂર્વક કર્યો હોય તો તે કર્મોને ક્ષણભંગુર બનાવી દે છે, અનેક કર્મોને વિપાકેદયમાં લાવ્યા વિના પ્રદેશેદયથી જ તેને નાશ કરી દે છે. તપને આ બીજે માટે લાભ સમજવો. કર્મને નિર્માલ્ય કરે એ પ્રથમ લાભ અને કર્મને ક્ષણભંગુર કરી નાખે એ બીજે લાભ. આ બન્ને લાભ આત્મિક દષ્ટિએ ચિંતવવા ગ્ય છે. ૨. चाञ्छितमाकर्षति दूरादपि, रिपुमपि ब्रजति वयस्यम् । तप इदमाश्रय निर्मलभावा-दागमपरमरहस्यम् ॥ वि० ॥३॥