________________
( ૯૫ ) સંક્ષેપ, રસત્યાગ, કાયકલેશ અને સંલીનતા. આત્યંતર તપના છ પ્રકાર આ છે–પ્રાયશ્ચિત્ત, વિનય, વૈયાવૃત્ય, સ્વાધ્યાય, ધ્યાન અને કાર્યોત્સર્ગ. તેવી રીતે તપના જુદા જુદા પ્રકાર હોવાથી નિર્જરાના બાર પ્રકાર કહેવામાં આવ્યા છે. જેટલા તપના ભેદ તેટલા નિર્જરાના ભેદ ગણ્યા છે. વસ્તુતઃ માત્ર કર્મનું પરિશાટન એટલે દેશથી કર્મના ક્ષયની નજરે જોઈએ તો નિજેરાને એક જ પ્રકાર છે. ૩.
(ઉપેન્દ્રવજ્ઞાવૃત્ત) निकाचितानामपि कर्मणां यद्, गरीयसां भूधरदुर्धराणाम् । विभेदने वज्रमिवातितीव्र, नमोऽस्तु तस्मै तपसद्भुताय ॥४॥
અર્થ –(ચર્) જે તપ (અરીયા ) અતિ મોટા (મૂહન્દુધરા) પર્વતની જેવા વિકટ અને (નિવરિતાનામ) ગાઢતર તીવ્ર રસવાળા (જર્મન) કર્મને ( વિમેરે ) ભેદવામાં ( વમવ) વજાની જેવું (તિતીવ્ર) અતિ તીક્ષણ છે, (ત) તે ( તારા) અતિ મહિમાવાળા (તાર) તપને ( seતુ) નમસ્કાર થાઓ. ૪.
ઘણી વખત પ્રાણી કર્મ બાંધે છે ત્યારે એવો આકરો બંધ કરે છે કે હીરની દેરીની ગાંઠ ઉપર તેલનું ટીપું મૂકીએ તો પછી તે ગાંઠ કઈ રીતે ન છૂટે એવી તેની સ્થિતિ કરી મૂકે છે. આવા નિકાચિત કર્મ ઉદયમાં આવે છે ત્યારે તેના દુઃખને અનુભવ ન કહી શકાય એવો તીવ્ર થાય છે. આ કર્મોને કાપી નાંખવા માટે વા જેવું કાર્ય કરનાર તપગુણ છે. તેના ગેરવનો સાક્ષાત્કાર કરીએ. એના ધ્યાન વૈયાવૃત્ય વિગેરે ભેદને અનુભવ કરીએ. એમાં સેવાભાવ રહેલો છે, પણ એ આકાંક્ષારહિત કરવા ગ્ય છે. ૪.