________________
શ્રી સમવસરણું પ્રકરણું.
૨૩૧ ગોળ અને ચોખંડું. તેમાં ગોળ સમવસરણમાં આ પ્રમાણે હોય છે-ત્રણે ગઢની દરેક ભીંતે તેત્રીશ ધનુષ અને બત્રીશ આગળ પહોળી હોય છે, તેથી તેને ત્રણગુણુ કરતાં ત્રણે ગઢની ભીંતોનું પ્રમાણ એકત્ર કરીએ, એટલે કે તેત્રીશને ત્રણગાણું કરતાં નવાણું ધનુષ થાય છે, અને બત્રીશને ત્રણગા કરતાં છનનું આંગળ થાય તેને એક ધનુષ થયો, તે નવાણું ધનુષમાં નાખવાથી સો ધનુષ થયા. સાથી બહાર પ્રથમ દશ હજાર પગથિયા ચડીએ ત્યારે પહેલે ગઢ આવે છે, તે પગથિયા ગઢની બહાર હોવાથી સમવસરણનું પ્રમાણ જે એક જનનું છે, તેમાં ગણાતા નથી. હવે પહેલા ગઢથી પચાસ ધનુષનો પ્રતર એટલે કે પચાસ ધનુષ સીધી સપાટ ભૂમિ જઈએ ત્યારે એક એક હાથ પ્રમાણુ પહોળા અને
ચા પાંચ હજાર પગથિયા આવે છે, તેના પાંચ હજાર હાથ થયા. ચાર હાથનો એક ધનુષ હોવાથી પાંચ હજાર હાથના સાડા બારસો ધનુષ થયા, તેમાં પચાસ ધનુષ પ્રતરના નાંખવાથી તેર સે ધનુષ થયા. તેથી પ્રત૨ અને પગથિયા મળીને પહેલા અને બીજા ગઢની વચ્ચેનું અંતર તેરસો ધનુષનું થાય છે. એ જ રીતે બીજા અને ત્રીજા ગઢની વચ્ચેનું અંતર પણ પ્રતર અને પગથિયા મળીને તેરસો ધનુષનું થાય છે. પછી પહેલા ગઢની અંદર તેરસો ધનુષ જઈએ ત્યારે પીઠનો મધ્ય ભાગ એટલે આખા સમવસરણનું મધ્યબિંદ આવે છે, તેથી ત્રણ વાર તેરસો મળી ગણચાળીશ સો ધનુષ થયા. તેમાં ત્રણે ગઢના સો ધનુષ નાખીએ ત્યારે ચાર હજાર ધનુષ થાય છે. તેટલું મધ્યબિંદુથી છેડા સુધીનું એક તરફનું પ્રમાણ છે, તેટલું જ બીજી તરફનું પ્રમાણુ હવાથી કુલ આઠ હજાર ધનુષ થયા. બે હજાર ધનુષને એક ગાઉ હોવાથી આઠ હજાર ધનુષના ચાર ગાઉ એટલે એક યોજન થાય છે. તેટલું ગેળ સમવસરણ હોય છે.
હવે ચિરસ સમવસરણનું ગઢ વિગેરેનું પ્રમાણુ કહે છે – चउरंसे इगधणुसय-पिहु वप्पा सड्ढकोसअंतरिआ। .... पढमबिआ बिअतइआ, कोसंतर पुवमिव सेसं ॥ ६ ॥
અર્થ –(૪૩) ચતુર-ચોરસ સમવસરણમાં (વા) બહારનો ગઢ ગણતરીમાં લેવાનો ન હોવાથી બે ગઢની બન્ને બાજુની મળીને ચાર ભીંતે છે. તે દરેક ( ધનુરgિ ) એકસો ધનુષ પહેળી-જાડી હોવાથી ચાર ધનુષ થયા. (પઢમવિશ) પહેલા અને બીજા ગઢની વચ્ચે બન્ને બાજુનું મળીને ( સોરઅંતરિયા) દઢ ગાઉનું આંતરું છે. (વિગત) બીજા અને ત્રીજા ગઢની વચ્ચે (સતર) બન્ને બાજુનું મળી એક ગાઉનું આંતરું છે. (સેd ) બાકીનું (પુવમવ) પૂર્વની જેમ જાણવું. એટલે ત્રીજા ગઢની વચ્ચે એક ગાઉ અને છસો ધનુષનું આંતરું છે. તેમાં પૂર્વના ચારસો ધનુષ ભેળવતાં એક ગાઉ અને હજાર