________________
શ્રી વિચારપંચાશિકા પ્રકરણ.
૧૩૩ છે. તેથી અને (ઝવા જેવો પ્રદેશે કરતાં અનંતગુણ પર્યાય છે. કારણ કે એક એક આકાશપ્રદેશમાં અનંતા અગુરુલઘુ પર્યાયો રહેલા છે. ૬. ૪૪. ઈતિ ષષ્ઠ વિચાર.
(આ છઠ્ઠો વિચાર બહુ વિસ્તારથી સમજવા જેવું છે. ) હવે અપ્રદેશ અને પ્રદેશ પુદ્દગલના સ્વરૂપનો સાતમે વિચાર કહે છે – दवे खित्ते काले, भावे अपएसपुग्गला चउहा । सपएसा वि य चउहा, अप्पबहुत्तं च एएसि ॥४५॥
અર્થ –(૩vgણપુરાછા) અપ્રદેશ પુદ્ગલે (ર) દ્રવ્ય, (ચિત્ત) ક્ષેત્ર, (૧) કાળ (મ) અને ભાવથી એમ (as) ચાર પ્રકારે છે. (સપના વિ ૨) સપ્રદેશ પુદ્ગલે પણ એ જ પ્રમાણે (ચંદા) ચાર પ્રકારના છે. (૫હિં) તેઓનું–અપ્રદેશ અને પ્રદેશ પુદ્ગલોનું (ઘવદુર ૨) અલ્પબહત્વ હવે કહે છે તે નીચે કહ્યા પ્રમાણે જાણવું. ૪૫.
પ્રથમ અપ્રદેશનું સ્વરૂપ કહે છે – दवेणं परमाणू, खित्तेणेगप्पएसमोगाढा । कालेणेगसमइया, भावेणेगगुणवण्णाई ॥ ४६ ॥
અર્થ – m માળુ) જે પરમાણુઓ પરસ્પર મળેલા ન હોય, (છૂટા હોય) તે દ્રવ્યથી અપ્રદેશ પુદ્ગલે જાણવા. (ઉત્તરાષાઢા ) જે પરમાણુઓ એક એક આકાશપ્રદેશને અવગાહીને રહ્યા સતા પોતપોતાના ક્ષેત્રને છોડે નહીં, તે ક્ષેત્રથી અપ્રદેશી પુદગલો જાણવા. ( શાળામા ) જ્યારે જ્યારે પિતપોતાના ક્ષેત્રને છોડીને પરમાણુઓ બીજા બીજા ક્ષેત્રમાં ગતિ કરે છે તેમાંના જે જે સ્થાને એક એક સમય સુધી સ્થિર રહે ત્યારે કાળથી અપ્રદેશી પુદ્ગલે જાણવા. (માઘvor) તથા જે પરમાણુઓ વણથી એક ગુણ કાળા અથવા એક ગુણ પીતાદિક વર્ણવાળા હોય, ગંધથી એક ગુણ સુરભિ આદિ ગંધવાળા હોય, રસથી એક ગુણ તિક્ત કટુ આદિ રસવાળા હોય, તથા સ્પર્શથી એક ગુણ રૂક્ષ ને એક ગુણ શીત સ્પર્શવાળા, અથવા એક ગુણ રૂક્ષ ને એક ગુણ ઉષ્ણુ સ્પર્શવાળા, અથવા એક ગુણ સ્નિગ્ધ ને એક ગુણ શીત સ્પર્શવાળા, અથવા એક ગુણ સ્નિગ્ધ ને એક ગુણ ઉષ્ણુ સ્પર્શવાળા હોય-તે પરમાણુઓ ભાવથી અપ્રદેશ પુદ્ગલે જાણવા. ૪૬. अपएसगाओ एए, विवरिय सपएसगा सया भणिया। भा-का-द-खि अपएसा, थोवा तिन्नि य असंखगुणा ॥४७॥