SearchBrowseAboutContactDonate
Page Preview
Page 479
Loading...
Download File
Download File
Page Text
________________ તેને આદર સન્માન દેવાનું મૂકી દીધું. એમ કરવામાં રાજાને એ અ. ભિપ્રાય હતો કે, “બીજા પુત્રો અદેખાઈથી એને મારી નાખે નહીં.” તેથી રા જિકુમારને ઘણું દુઃખ થયું. તે મનમાં વિચારવા લાગ્યું કે, “પગથી હણાયેલી ધળ પણ હણનારને માથે ચઢે છે. માટે મૂગે મોઢે અપમાન સહન કરનાર માણસ કરતાં ધૂળ ઉત્તમ છે, એવું નીતિશાસ્મનું વચન છે, માટે મારે અહિં રહીને શું કરવું છે? હું હવે પરદેશ જઇશ. કેમકે– જે પુરૂષ ઘરમાંથી બહાર નીકળીને સેંકડો આશ્ચર્યથી ભરેલા સંપૂર્ણ પૃથ્વીમંડળને જેતે નથી, તે કૂવાનો દેડકા જેવો છે. પૃથ્વીમંડળને વિષે ભ્રમણ કરનાર પુરૂષ દેશ દેશની ભાષાઓ જાણે છે, દેશ દેશના વિચિત્ર રિવાજ જાણે છે, અને વિવિધ પ્રકારના આશ્ચર્યકારી ચમત્કાર જુએ છે.” રાજકુમાર એમ વિચારી રાત્રિએ કઈ ન જાણે તેવી રીતે હાથમાં તરવાર લઈ બહાર નીકળે, અને પૃથ્વીને વિષે પિતાની ઈચ્છા પ્રમાણે ફરવા લાગ્યો. કઈ વખતે અટવીમાં ફરતાં બપોરના વખતે ભુખ તરસથી બહુ હેરાન થયો. એટલામાં બે દિવ્ય આભૂષણ પહેરેલો એક દિવ્ય પુરૂષ આવ્યો. તેણે નેહપૂર્વક તેની સાથે કેટલી વાર્તા કરી અને કુમારને એક સર્વે પ્રકારના ઉપદ્રવને દુર કરનારું અને બીજું સર્વ ઉત્તમ વસ્તુને આપનારું એવાં બે રન આપ્યાં. કુમારે “તું કોણ છે ?” એમ તેને પૂછયું, ત્યારે તેણે કહ્યું કે, “જ્યારે તું તારા શહેરમાં જઈશ, ત્યારે મુનિરાજના વચનથી મહારું ચરિત્ર જાણીશ.” પછી રાજકુમાર તે રનોના મહિમાથી સર્વ ઠેકાણે યથેચ્છ વિલાસ કરતો રહ્યો. એક વખતે પડહને ઉષ સાંભળવાથી તેના જાણવામાં આવ્યું કે, “કુસુમપુરને દેવશર્મા નામે રાજા આંખના દરથી ઘણી જ વેદના ભગવે છે.” પછી રાજકુમારે તુરતજ ત્યાં જઈ રનના પ્રભાવથી આંખની ઇજા દૂર કરી. રાજાએ પ્રસન્ન થઈ રાજકુમારને પિતાનું રાજય તથા પુણયથી નામે પુરી આપી પોતે દીક્ષા લીધી. પછી કુમારના પિતાએ પણ કુમારને રાજ્ય ઉપર બેસારી પોતે દીક્ષા લીધી. આ રીતે રાજકુમાર બે રાજ્યો ચલાવવા લાગે. એક વખતે ત્રણ જ્ઞાનના ધણી થએલા દેવશર્મ રાજર્ષિએ કુમારને પૂર્વભવ કહ્યા. તે એ રીતે કે –“માપુરીને
SR No.022209
Book TitleShraddh Vidhi
Original Sutra AuthorN/A
AuthorJain Patra
PublisherJain Patra
Publication Year1904
Total Pages548
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy