________________
વિષે સુવત નામે શેઠ હતા, તેણે ગુરૂની પાસે પોતાની શક્તિ પ્રમાણે ચોમાસા સંબંધી નિયમ લીધા હતા. તેને એક ચાકર હતું, તે પણ દરેક વકાળના ચોમાસામાં રાત્રિભેજન તથા મધ માંસ સેવાનો નિયમ કરતા હતા. પછી તે ચાકર મરણ પામે અને તેને જીવ તું રાજકુમાર થયો, અને સુવા શેઠને જીવ ઑટે બદ્ધિવંત દેવતા થયો. તેણે પૂર્વભવની પ્રીતીથી તેને બે રન આપ્યાં ” આ રીતે પૂર્વભવ સાંભળી કુમાર જાતિસ્મરણ જ્ઞાન પામે, અને ઘણા પ્રકારના નિયમ પાળીને સ્વર્ગે ગયે. ત્યાંથી ચાવીને મહાવિદેહમાં સિદ્ધ થશે. આ રીતે ચોમાસાના ' નિયમ ઉપર કથા કહી છે.
કિક ગ્રંથમાં પણ આ વાત કહી છે. તે એ કે –વસિષ્ઠ ઋષિએ પૂછ્યું કે, “હે બ્રહ્મદેવ ! વિષ્ણુ ક્ષીરસમુદ્રમાં શી રીતે નિદ્રા કરે છે ? અને તે નિદ્રા કરે, ત્યારે શી શી વસ્તુ વર્જરી? અને તે વસ્તુ વર્જવાથી શું શું ફળ થાય!” બ્રહ્મદેવે કહ્યું. “હે વરિલ! વિષ્ણુ ખરેખર નિદ્રા કરતો નથી, અને જાગૃત પણ થતો નથી, પરંતુ વર્ષાકાળ આવે તે ભક્તિથી વિષ્ણુને એ સર્વ ઉપચાર કરાય છે. હવે વિષ્ણુ ગનિદ્રામાં રહે, ત્યારે શું શું વજેવું? તે સાંભળ. જે પુરૂષ માસામાં મુસાફરી ન કરે, માટી ન ખશે, તથા રિંગણું, ચાળા, વાલ, કલથી, તુવેર, કાલિંગડાં, મૂળા અને તાંદળજે એટલી વસ્તુને ત્યાગ કરે. તથા હે વસિઝ ! જે પુરૂષ ચોમાસામાં એક અન્ન ખાય, તે પુરૂષ ચતુર્ભુજ થઈ પરમપદે જાય. જે પુરૂષ હંમેશાં તથા ઘણું કરી ચોમાસામાં રાત્રિભોજન ન કરે, તે આલોકમાં તથા પરલોમાં સર્વ અભિષ્ટ વસ્તુ પામે. જે પુરૂષ ચોમાસામાં મધ માંસ વજે છે. તે દરેક માણમાં સો વર્ષ સુધી કરેલા અશ્વમેધ યજ્ઞનું પુણ્ય પામે છે. વગેરે.
• ભવિષ્યપુરાણમાં પણ કહ્યું છે કે – હે રાજન! જે પુરૂષ ચોમાસામાં તૈયમર્દન કરતો નથી, તે ઘણા પુત્ર તથા ધન પામે છે, અને નિરોગી રહે છે. જે પુરૂષ પુષ્પાદિકના ગ છેડી દે છે, તે સ્વર્ગલોકને વિષે પૂજાય છે. જે પુરૂષ કડ, ખાટા, તીખું, તૂરે, મઠો, અને ખારો એ રસને વર્જ, તે પુરૂષ કુરૂપતા તથા દીર્ભાગ્ય કોઈ ઠેકાણે પણ પામતા નથી. તાંબૂલ ભક્ષણ કરવાનું વજે તે ભોગી થાય, અને શરીરે લાવણ્ય
૪૬૫