________________
અધ્યાય-૧
[ ૫૧ નિંદાથી સામો સુધરતો નથી, પણ નઠોર બને છે. પણ ખાનગીમાં સલાહ આપવાથી સુધરવા સંભવ છે. હમેશાં ગુણ દષ્ટિ રાખવી, દરેક મનુષ્યના ગુણની પ્રશંસા કરવી અને જે ગુણ પિતાનામાં ન હોય, તે તે ખીલવવા પ્રયત્ન કરો. ગુણગ્રાહી પુરૂષોને સર્વત્ર કાંઈને કાંઈ શીખવાનું તથા જાણવાનું મળી આવે છે. જગતમાં એવી એક પણ વસ્તુ નથી, એ એક પણ માણસ નથી, અને એક પણ સંજોગ નથી કે જે આપણને કોઈ પણ પ્રકારને બોધ આપી શકે નહિ.
પારકાના મેલમાં કપડાં ધોવાથી કોઈ દિવસ તે ઉજળાં થઈ શકે નહિ; તે જ રીતે પરપુરૂષના અવગુણરૂપ મલીનતાના વિચારોમાં મન પરોવવાથી આપણે આત્મા કદાપિ નિર્મળ થઈ શકે નહિ. સામા પુરૂષની નિંદાના વિચાર કરતાં તેનામાં જે અવગુણ ન હોય, તે પણ આપવામાં આવે છે, આપણને તેથી કાંઈ પણ લાભ થતો નથી, પણ તે આપણે શત્રુ થાય છે. તેવા નિંદાના વિચારે મનમાંથી કાઢી નાંખવાને સૌથી સારો ઉપાય તેના ગુણ પ્રત્યે દષ્ટિ રાખવાને છે.
જેમ ભક્ત પુરૂષો ભક્તિના આવેશમાં ભક્તિના પાત્રમાં કોઈ અવગુણ હોય તે પણ ગણતા નથી, તેજ રીતે આપણે પણ અવગુણ તરફ દષ્ટિ ન રાખતાં ગુણગ્રાહી થવું.
“જ્યારે ક્રોધ થાય, જુઠું બોલવામાં આવે, બીજાના દોષ નિરર્થક ખુલ્લા કરવામાં આવે, ખુશામત માટે કાંઈ પણ બલવામાં આવે, અથવા કરવામાં આવે, અથવા અપ્રમાણિક વચન કે કાર્યથી કાઈન છેતરવામાં આવે, ત્યારે મનને શુદ્ધ કરવાની જરૂર પડે છે. કારણકે ઉપર જણાવેલા પ્રસંગોમાં મન અપવિત્ર બને છે, પિતાનું કર્તવ્ય ભૂલી જાય છે અને અશુભ અયવસાયવાળું થાય છે, માટે નિંદાને સર્વથા ત્યાગ કરે એજ ઉત્તમ જનેનું લક્ષણ છે.