________________
૫૦ ]
ધમબિન્દુ હૃદયના પુરૂષોનું શરીર, ચન્દનથી નહિ પણ પરોપકારથી શોભે છે. માટે નિન્દ આચારને ત્યાગ કરી સકાર્યમાં પ્રવર્તવું એજ સાર છે.
નિંદાત્યાગ तथा सर्वेष्ववर्णवादत्यागो विशेषतो राजादिष्विति ॥२८॥
અર્થ–સર્વ માણસોના દેષકથનને ત્યાગ કરે, અને વિશેષ કરીને રાજાઆદિ માનનીય પુરૂષના દેશ તે કદાપિ પ્રકટ કરવા નહિ.
વિવેચન –કઈ પણ પ્રાણીનું માઠું બોલવાથી તે પ્રાણી સાથે દ્વેષ થાય છે. દૈષ ઉત્પન્ન કરવાનું પારકાની નિંદા જેવું બીજું કંઈ મોટું કારણ નથી. ઉપદેશરતન કેશમાં લખ્યું છે કે –
निदिज्जइ दुज्जणो वि न कयावि દુર્જનની પણ નિંદા કરવી નહિ.
આ શબ્દો પર ખાસ લક્ષ રાખી વિચાર કરે, તેમાં કેટલું ઉત્તમ રહસ્ય રહેલું છે તેને ખ્યાલ લાવે. જેને આપણે ખરાબ મનુષ્ય ધારતા હોઈએ તેની પણ કદાપિ નિંદા કરવી નહિ. કારણ કે નિંદાથી આપણને તેમજ તેને કેઈ પણ પ્રકારને લાભ થતો નથી. તે પિતાની નિંદા થતી જાણું પિતાના અવગુણ કબૂલ કરશે નહિ, પણ આપણા પર ઉલટા ક્રોધે ભરાશે અને આપણાથી વિમુખ થશે. તેના બદલે તેને ખાનગીમાં સલાહ આપી હેય, તો તે પોતાની ભુલ કબૂલ કરી સુધરવા પિતાથી બનતા પ્રયત્ન કરશે.
દરેક મનુષ્ય દેષને પાત્ર છે, થોડા ઘણું અવગુણથી ભરેલાં છે. ત્યાં સુધી કેવળજ્ઞાન પ્રાપ્ત થયું નથી, ત્યાં સુધી સર્વ મનુષ્યમાં
ઈને કોઈ પ્રકારને દેષ તે જણાવાજ, તે પછી પારકાની નિંદા કરવા કરતાં, આપણે અવગુણની નિંદા કરી, તે સુધારવામાં વખત ગાળીએ તો તેના જેવું રૂડું કાર્ય બીજું એક પણ નથી.