________________
અધ્યાય-૧
[ ૪૯ માટે કેટલાક દેશાચાર આપણને નજીવા લાગતા હોય, તોપણ જ્યાં સુધી આપણું કલ્યાણ માર્ગમાં વિદનકર્તા ન હોય, ત્યાં સુધી તે પાળવા એજ સાર છે.
સિંધ પ્રવૃત્તિ ત્યાગ तथा-गर्हितेषु गाढमप्रवृत्तिरिति ॥२७॥
અર્થ–આ લેક તથા પરકમાં જે ત્યાગ કરવા ગ્ય અને નિંદા પાત્ર છે, એવા મધમાં સેવન, પરસ્ત્રીગમન, જુગાર, ચેરી, પ્રાણી હિંસા એવા પાપસ્થાનમાં મન, વચન અને કાયાને પ્રવર્તાવી નહિ. આવી રીતે શુદ્ધાચાર પાળવાથી સામાન્ય કુળમાં ઉત્પન્ન થયેલે માણસ પણ ઘણી મેટાઈ મેળવે છે. કહ્યું છે કે – .. . न कुल वृत्तहीनस्य, प्रमाणमिति मे मतिः ।
अन्त्यजेष्वपि जातानां, वृत्तमेव विशिष्यते ।। સદાચાર રહિત પુરૂષનું કુળ પ્રમાણરૂપ નથી એમ હું માનું છું, કારણ કે હલકા કુળમાં ઉત્પન્ન થયેલા પુરૂષને સદાચાર મોટાઈને પામે છે.
વર્તન એજ માણસના ઉચ્ચ નીચપણની કસોટીને પત્થર છે. જેનું વર્તન ઉગ્ય નથી તે ગમે તે ધનવાન કે ઉચ્ચ કુળવાળા હેય, તોપણ તે સદાચારી પુરૂષ આગળ કશા હિસાબમાં નથી.
ભર્તુહરિએ કહ્યું છે કે – श्रोत्रं श्रुतेनैव न तु कुण्डलेन, दानेन पाणिर्न तु कङ्कणेन । विभाति कायः करुणापराणां, परोपकारैर्न तु चन्दनेन ।।
માણસને કાન, જ્ઞાન સાંભળવાથી શોભે છે પણ કુંડળથી શેભતો નથી, હાથ, કંકણથી નહિ પણ દાનથી શોભે છે. તેમજ દયાળુ