________________
૪૮ ]
ધર્મબિન્દુ દેશાચારપાલન તથા–પ્રસિદ્ધવેશવારપિિમતિ રદ્દા
અર્થ–ભજન, વસ્ત્ર વગેરેમાં લાંબા કાળથી ચાલતા આવેલા અને શિષ્ટપુરૂષએ અંગીકાર કરેલા દેશાચાર પ્રમાણે ચાલવું એ ગૃહસ્થને સામાન્ય ધર્મ છે.
વિવેચન—દેશાચારનું ઉલ્લંધન કરવાથી તેની અપ્રીતિ થાય છે, અને તેથી અકલ્યાણ થવાને ભય રહે છે. દેશના આચાર વિચાર વૃદ્ધ પુરૂષોએ અનુભવથી, ડહાપણુથી તેમજ વિવેક બુદ્ધિથી. બાંધેલા હોય છે. માટે તેને અનાદર કરતાં અથવા તે બદલતાં પહેલાં ખુબ વિચાર કરવાની આવશ્યકતા છે. નવું ગ્રહણ કરતાં પહેલાં જુનાને ખુબ વિચાર કરવો ઘટે છે. તેમાં જ્યારે ખામી લાગે. ત્યારે ભલે તેને ત્યાગ કરવામાં આવે, પણ નવા તેમજ જુના. રીવાજના ગુણદોષનું પરિપૂર્ણ અવલોકન કર્યા પછીજ કાંઈ પણ ગ્રહણ કરવું અથવા છોડવું જોઈએ.
કાલિદાસ કવિએ કહ્યું છે કે, “જુનું એટલું બધું સારું અને. નવું એટલું બધું બેટું એમ કહી શકાય નહિ; મૂઢ મનુષ્યો ગાડરીઆ પ્રવાહની માફક બીજાની બુદ્ધિથી દોરાઈ જાય છે; પણ સત પુરૂષ તે પરીક્ષા કરી બનેમાંથી સારું લાગે તે ગ્રહણ કરે છે.” લૌકિકમાં પણ કહેવાય છે કે –
यद्यपि सकलो योगी, छिद्रां पश्यति मेदिनीम् । तथापि लौकिकाचार' मनसापि न लंघयेत् ॥
યોગીપુરૂષ જે કે સમગ્ર પૃથ્વીને છિદ્રવાળી દેખે છે, અર્થાત. બધા પુરૂષોને દોષયુક્ત જુએ છે, પરંતુ મનથી પણ લૌકિક આચા-- રને ત્યાગ કરતા નથી.