________________
અધ્યાય-૧
[ ૪૭.
જે પ્રમાણમાં ધમ કાયમાં ધન ખચીએ છીએ તે પ્રમાણમાં પરમાથી બુદ્ધિ વધતી જાય છે, અને તે પ્રમાણમાં સવ આત્માઓ સત્તાએ સરખા છે, અને બીજા જીવે પણ આપણું ભાઈ એ છે એ સિદ્ધાંત હૃદયમાં દઢ થતો જાય છે.
જેમ રોગથી શરીર નિર્બળ થાય છે. અને તેથી રોગી માણસ કાંઈ પણ કામ કરી શકતા નથી, તેમ આવક કરતાં વધારે ખર્ચ કરવાથી માણસને દેવું થાય છે, અને પછી તે તેવી સ્થિતિમાં કોઈ પ્રકારને ઉત્તમ વ્યવહાર ચલાવવા અશક્ત બને છે. શાસ્ત્રમાં પણ કહ્યું છે કે
आयव्ययमनालोच्य, यस्तु वैश्रवणायते । अचिरेणैव कालेन, सोऽत्र वै श्रवणायते ॥१।।
આવક અને ખર્ચને વિચાર કર્યા સિવાય કુબેર ભંડારીની જેમ જે પુરૂષ ધનને અઘટિત વ્યય કરે છે, તે પુરૂષનું ચોક્કસ રીત છેડા સમયમાં “શ્રવણ થઈ રહે છે, એટલે અમુક માણસ પ્રથમ ધનવાન હતો એવું સાંભળવા માત્ર તે થાય છે. આ બાબત હાલના સમયમાં બહુજ વિચારવા જેવી છે. માણસો પોતાની શક્તિને વિચાર તલમાત્ર કરતા નથી, અને દેખાદેખી બહારના વૈભવમાં, નાત જાતમાં, વરઘેડામાં, ફેશનના પિશકમાં ધન ખર્ચે છે, અને તેથી આખરે દેવું કરવું પડે છે. વધી ગયેલા મેજશોખમાં કાંઈ પણ ઓછાશ કરી શકાતી નથી. અને તેથી દેવું ઘટવાને બદલે વધે છે. આવા માણસે નિરંતર ચિંતાતુર રહે છે. તમારે મારી ભલેને તેઓ મેં લાલચોળ રાખે, અર્થાત્ બહારથી હસે, પણ અંદરથી ચિંતારૂપી કીડે તેમના હૃદયનું સત્ત્વ ચુસી લે છે. આવી સ્થિતિમાં ઘણા આપઘાત કરે છે અથવા રીબાઈને, દુઃખમાં ઝુરીઝુરીને મરે છે. આવી સ્થિતિ ન આવે માટે પ્રથમથી જ પોતાની શક્તિ અનુસાર વ્યય કરવો એજ સાર છે.