________________
ધર્મબિન્દુ ઉડું ડહાપણ દષ્ટિગોચર થાય છે. પ્રાચીન સમયના લકે ઘણું નજીવી આવકમાં પિતાને સંસાર વ્યવહાર ચલાવી શકતા હતા, અને તેથી તેઓ ઘણું ધન બચાવી શકતા હતા, પણ સમય બદલાવાથી આપણું વડિલો જે વસ્તુઓને મોજ શેખની ગણતા હતા તેને આપણે જરૂરની વસ્તુઓ ગણવા લાગ્યા છીએ, અને તેથી ખર્ચ પણ પ્રમાણમાં વધ્યા જ કરે છે.
તેઓ હાલના જેવા જડવાદીઓ ન હતા. શરીરનેજ સર્વસ્વ માની તેના લાલનપાલનમાં પિતાનું સઘળું બળ વાપરતા ન હતા. આત્મા એજ મુખ્ય વિષય હતો. અને તેથી ધર્મભાવનાનું જોર તેમનામાં વિશેષ પ્રમાણમાં જોવામાં આવતું હતું. બહાથે તે સાથે એ સૂત્રને તેઓ મુખ્ય માનતા હતા, અને તેથી પિતાના જાતિભેગે પણ પરનું કલ્યાણ કરવા તત્પર થતા. પિતાના દેહને પણ પરોપકાર માટે ભેગ આપવા જે ઉત્સુક થાય તેઓ ધન તે કામમાં ખર્ચે એમાં આશ્ચર્ય પામવા જેવું કાંઈ છે જ નહિ.
આપણને આ બાબતને બરાબર ખ્યાલ આવતો નથી, તેનું - કારણ એ છે કે આપણે જડવાદના વાતારણમાં ઉછરીએ છીએ, અને
આપણા જીવન વ્યવહારમાં ધર્મને કેટલું ઉચ્ચસ્થાન આપવું જોઈએ. તે હજુ આપણા લક્ષ બહાર છે, તેથી જ દુનિયાના મોજશોખના વિષયમાં પુષ્કળ પૈસા ખરચતાં આપણે પાછી પાની કરતા નથી, પર્ણ કાર્યમાં પાછળ પડીએ છીએ. આવકના અર્ધા ભાગની વાત અને પા ભાગની વાત પણ દુર રાખીએ, અને આવકનો દશમો ભાગ પણ જે ધર્મ નિમિતે આપણે ખર્ચતા હોઈએ, તો પણ ઘણું કામ કરી શકાય. આ પણ ન બને તે આવકમાંથી એકની એટલે સોળમો ભાગ ખરચો, અને કદાચ તેટલી પણ શકિત ન હોય તો એક રૂપીએ પિસા લેખે પણ ધર્મ માર્ગમાં ધનને વ્યય કરે; કારણ કે આ કાર્ય પરમાર્થ બુદ્ધિ વિના થઈ શકતું નથી, અને