________________
અધ્યાય-૧
[ ૪૫
આયોચિત વ્યય તથા–ગાયોજિત ચય તિ પર
અર્થ-આવકને યોગ્ય ખર્ચ કરવો.
ભાવાર્થ –કયે રસ્તે ધન પેદા કરવું, અને તે મેળવવામાં કેવી નીતિ ગ્રહણ કરવી, તે આપણે માર્થાનુસારપણને પ્રથમ ગુણ ન્યાયસંપન્નવિભવને વિચાર કરતાં તપાસી ગયા.
હવે જે આવક થઈ હોય તેને કેવા માગે અને કેટલા પ્રમાણમાં વ્યય કરવો તે વિચારવાનું છે. નીતિશાસ્ત્રમાં કહ્યું છે કે
पादमायान्निधिं कुर्यात् , पादं वित्ताय घट्टयेत् । धर्मोपभोगयोः पादं, पादं भर्तव्यपोषणे ॥१॥
દરેક ગ્રહથે પોતાની આવકના ચાર ભાગ કરવા, તેમાંથી એક ભાગ અનામત રાખી મૂકો, એટલે ઘરમાં ભંડારી રાખવે,. એક ભાગ પૈસાની વૃદ્ધિ થાય એવી યુક્તિથી વ્યાપારમાં જોડવો, એક ભાગ ધર્મ તથા પિતાના ઉપભોગ માટે રાખ, અને ચોથે. ભાગ જે માણસો પિતાના ઉપર આધાર રાખતા હોય તેમના ભરણ પિષણ માટે ખરચે. વળી બીજે પણ એક લેક આ સંબંધમાં : સ્મરણમાં રાખવા યોગ્ય છે –
आयादर्द्ध नियुञ्जीत, धर्मे समधिकं ततः । शेषेण शेषं कुर्वीत, यत्नतस्तुच्छमैहिकम् ॥१॥
આવકને અર્ધો ભાગ અને બની શકે તો તેથી પણ વિશેષ ધર્મ માર્ગમાં ખર્ચો, અને બાકી રહેલા ધનથી તુચ્છ એવું આ લોક સંબંધી કામ કરવું. - પ્રથમ લેકમાં કહ્યું છે કે ચોથે ભાગ ધર્મ માટે ખરચવો, અને બીજા લોકમાં લખ્યું છે કે અર્ધો અને બને તો તેથી પણ વધારે ભાગ ધર્મમાં ખરચે. આમ લખવામાં પણ લખનારનું