________________
પૂજ્ય ગુરુભગવંતનાં સાનિધ્યમાં આવ્યા પછી જે કઈ જાણવા સમજવા મળ્યું તે સમજવા માટે મારી બુદ્ધિ અને પશમના આધારે હું તો રાંક બની જાઉં છું મારો લોપશમ અલ્પ છે. જ્યારે એ મહાપુરુષ તે મહાજ્ઞાની હતા. મારા જેવા અબુધને બંધ પમાડવા ખૂબ જ મહેનત કરેલી પણ મારા ક્ષપશમ પ્રમાણે પરિણતી આવે. એવા આ દયાળુ ગુરુભગવંત ઘણી વખત પૂજ્યપાદ હરિભદ્રસૂરીમહારાજાના ગ્રંથની અને તેમાં પણ ધર્મબિંદુના વાંચન માટે ખૂબ પ્રેરણા કરતા. આ ગ્રંથમાં આવતા તો પણ સમજાવતા અને જ્યારે એ તો એમની વાણીમાંથી નીકળેલા એ અનુભવ રસનું પાન કરતાં અમે સદા અતૃપ્ત જ રહેતા તેમાં પૂજ્ય ગુરુભગવંતે કહેલું કે પ્રેમજીભાઈ....હવે તમે ધર્મબિંદુનું ભાષાંતર એક વખત જરૂર વાંચી લેજે. તેમાં ભાષાંતર તરીકે કહ્યું કે દેશી મણીલાલ નથુભાઈનું વાંચવાનું શરૂ કરો. વાંચવાનું શરૂ કર્યું અને ખરેખર હું મારા ભાવે વ્યક્ત નથી કરી શકતું પરંતુ એ ગ્રંથના એક એક પદાર્થ એટલે જાણે અમૃતરસનાં ઝરણું જ જોઈ લે. ગૃહસ્થોને માટે કેવું સુંદર માર્ગદર્શન. જાણે સંપૂર્ણ જીવનચર્યા જ જણાવી દીધી ન હોય. શ્રાવક અને સાધુને યાવત્ મોક્ષમાર્ગને ખૂબ જ ઉપયોગી પ્રેકટીકલ ઉપાય બતાવી દીધો છે એ વાંચ્યા પછી તો વારંવાર વાંચવાનું મન થતું. વાંચતો તેમાં છેલ્લા બે-ત્રણ વર્ષથી આવું ઉચ્ચ તત્ત્વજ્ઞાન બધા જિજ્ઞાસુઓને પણ શુલભ થાય તે માટે