________________
પ્રકાશકનો પત્ર
પ્રેમજી કરશી શાહે પ્રભુ તુજ શાસન અતિ ભલું....!
ખરેખર............! પરમાત્માનું શાસન એટલે સાક્ષાત મોક્ષનું દર્શન કરાવનાર આરિસે. આવા અનુપમ પરમાત્માના –પરમાત્માના શાસનના અને એ શાસનને યથાર્થ રૂપે પામેલા ગુરુ ભગવંતોની સમજ આપનારા યથાર્થ આંશિક બોધ કરાવનારા પૂજ્યપાદ ગુરુ મહારાજ શ્રી પંન્યાસજી ભદ્રંકર વિજયજી મહારાજાની યાદ આવે છે.
કયાં કચ્છ અને કયાં મુંબઈ? કયાં ધર્મ વિનાનું જીવન અને ક્યાં સાક્ષાત્ ધર્મની
મૂતિ ?
કયાં હું અને કયાં પૂજ્ય પંન્યાસજી ભગવંત ?
આવા તે કેટલાય પ્રશ્નો થાય છે. પણ આનંદ એ વાતનો છે કે કઈ પૂર્વનો પ્રબળ પુદય તો ખરો. કે જેથી આવા વિષમકાળમાં પણ મૈત્રીભાવના મહાન ઉપાસક, નમસ્કાર મહામંત્રના મહાન આરાધક, અધ્યાત્મયોગેનાં અનુપમ મેગી એવા પૂજ્ય પંન્યાસજી મહારાજ મળી ગયા. અને જાણે સાચા ગુરુ મળી ગયાને એક અને આનંદ છવાઈ ગયે. અને બસ પછી તો ધીરે ધીરે ગુરુદેવ શરણં મમને એક જાપ ચાલ્યું અને તેથી ૪૦-૪ વર્ષ સુધી એ ગુરૂ ભગવંતનું સાનિધ્ય મળી શકયું.